દાહોદ, દાહોદ પ્રાયોજના વહીવટદાર કચેરી માંથી 2018 થી 2023 એટલે કે પાંચ વર્ષો સુધી નકલી કાર્યપાલક ઇજનેર સંદીપ રાજપૂતની 6 બોગસ વિવિધ સિંચાઈની સરકારી કચેરીઓ ના 100 વિકાસના કામોની વહીવટી મંજૂરીઓ આપીને 18.59 કરોડ રૂપિયાની સરકારી ગ્રાન્ટના નાણાં ખેરાત કરવાના બહાર આવેલા મહાકૌભાંડમાં આરોપી બનેલા તત્કાલીન સમયના પ્રાયોજના વહીવટદાર બી.ડી. નિનામા અને નાની સિંચાઈ કચેરીના કાર્યપાલક ઇજનેર ઈશ્ર્વર કોલચાના પોલીસ રિમાન્ડ પૂર્ણ થયા બાદ બંને આરોપી અધિકારીઓને દાહોદ અદાલત સમક્ષ હાજર કરવામાં આવતા બોગસ સરકારી કચેરીના મહાકૌભાંડ ને પ્રોત્સાહિત કરનારા અસલી અધિકારીઓ બી.ડી. નિનામા અને ઈશ્ર્વર કોલચાને દાહોદ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવાના અદાલતના હુકમના આધારે આ બંને આરોપીઓને દાહોદ સબ જેલમા હવાલે કર્યા હતા. જ્યારે અંકિત સુથારના પોલીસ રિમાન્ડ પૂર્ણ થયા બાદ પુન: છોટાઉદેપુર સબ જેલમા હવાલે કરાયો હતો.
દાહોદ પ્રાયોજના ના કચેરીમાંથી 100 વહીવટી કામોની મંજૂરીઓ લઈને 18.59 કરોડ રૂપિયાના મહાકૌભાંડને અંજામ આપવા માટે 6 બોગસ સરકારી કચેરીઓના એકમાત્ર નકલી કાર્યપાલક ઇજનેર સંદીપ રાજપૂત પાંચ વર્ષો સુધી પ્રાયોજના વહીવટદારો ની ચેમ્બરોમાં અવર-જવરો કરીને વહીવટી તંત્રની બેઠકોમાં અસલી અધિકારી તરીકે જતો હતો અને આ કરોડો રૂપિયાના કાર્યભાર સંભાળનાર દાહોદ પ્રાયોજના વહીવટદાર ની સરકારી કચેરીમાં સી.સી.ટી.વી કેમેરાઓની સુવિધાઓ જ નથી.
જોકે, દાહોદ પ્રાયોજના વહીવટદાર કચેરીને સી.સી.ટી.વી કેમેરાઓથી મુક્ત રાખવાના આશયોમાં જ 6 બોગસ સરકારી કચેરીઓના કરોડો રૂપિયાનું મહાકૌભાંડ બહાર આવ્યું છે. ત્યારે આવા તો અનેક ચોંકાવનારા રહસ્યો આ સરકારી કચેરીના વહીવટોમાં છુપાયેલા હોવાની ચર્ચાઓ હવે પ્રતિદિન સ્ફોટક બની રહી છે. એમાં કહેવાય છે કે દાહોદ શહેર પોલીસ મથકમાં જે દિવસે 6 બોગસ સરકારી કચેરીઓના મહાકૌભાંડ સામે ગુનો દાખલ થયો હતો. ત્યારે હાંફડા-ફાફડા દોડી આવેલા કેટલાક ચહેરાઓ કચેરીમા આવ્યા હતા. પરંતુ તેઓ કોણે મળ્યા ? અને આગમન રહસ્યોમાં શું ચર્ચાઓ થઈ ? આ સત્તાવાર ખબર પડી નથી.