
દાહોદ,
તા. 24/ 02/ 2023 ને શુક્રવારે દાહોદ પ્રાંત કચેરી ખાતે દાહોદ તાલુકા સહકારી સંઘની ચૂંટણી યોજાઈ. જેમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાન નગરસિંહ કસના ભાઇ પલાસ ચેરમેન તથા વાઇસ ચેરમેન પ્રવિણસિંહ ઉદેસિંહ નાયક બિનહરીફ ચૂંટાયા હતા. સંઘના સભ્યો ઝીથરાભાઈ ડામોર, જીતેન્દ્રસિંહ નાયક, રૂમાલભાઇ પરમાર, મનુભાઈ માવી તથા વિજય ભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ અભિનંદન પાઠવ્યા હતા.