દાહોદ પોલીસ તંત્રના ટોપ સિક્રેટ જેવી ચાલી રહેલી સખ્ત તપાસોના ધમધમાટો…

  • દાહોદના એ 6 નકલી સરકારી કચેરીઓના વહીવટોને સુખેન્તુ ભવ: ના આર્શિવાદ આપનારા સૌ-કોઈ ચહેરાઓમાં દુ:ખેન્તુ ભવ: ના ભયનો માહૌલ .!!

દાહોદ, દાહોદ પ્રાયોજના વહીવટદાર કચેરીમાંથી નકલી કાર્યપાલક ઇજનેરની 6 બોગસ સરકારી કચેરીઓના 100 કામોની વહીવટી મંજૂરીઓ આપીને 18.59 કરોડ રૂપિયાની સરકારી ગ્રાન્ટના નાણાં ખેરાત કરવાના બહાર આવેલા મહાકૌભાંડ સામે દાહોદ પોલીસ તંત્રના સત્તાધીશોની ટોપ સિક્રેટ જેવી ચાલી રહેલ સખ્ત તપાસો મા હવે આરોપી ચહેરાઓ કોણ હશે ?. ની દાહોદવાસીઓની સ્ફોટક ઉત્સુકતાઓ વચ્ચે 6 બોગસ સરકારી કચેરીઓના મહાકૌભાંડને અંદરખાને “સુખેન્તુ ભવ:”ના આર્શિવાદો આપનારા સૌ-કોઈ એટલે કે વહીવટી અને રાજકીયક્ષેત્ર ના ચહેરાઓ અત્યારે ” દુ:ખેન્તુ ભવ:”ના આંતરિક ભયનો માહૌલ અનુભવતા હશે, એની ચર્ચાઓ કૌભાંડકારીઓ ના મહાકૌભાંડ માં સામેલ થઈ ચૂકી છે.

દાહોદ પ્રાયોજના વહીવટદાર કચેરી માંથી 100 કામોની વહીવટી મંજૂરીઓના અંધારે 18.59 કરોડ રૂપિયાના 6 નકલી સરકારી કચેરીઓના બહાર આવેલા મહાકૌભાંડ માં નકલી કાર્યપાલક ઇજનેર સંદીપ રાજપૂત દ્વારા સિંચાઈ સુવિધાઓ અને પીવાના પાણી માટે સુવિધાઓ માટેના જે 100 કામોની દરખાસ્તો તૈયાર કરી હતી. આ કામો દાહોદ નાની સિંચાઈ કચેરી દ્વારા ભૂતકાળમાં જે કામો કર્યા હતા. આ અસલી સિંચાઈ કચેરીના વિકાસના કામોનો લગભગ સમાવેશ 6 નકલી વિવિધ સિંચાઈ કચેરીઓના કામોમાં કરીને તૈયાર કરવામાં આવેલ દરખાસ્તોમાં અસલી કાર્યપાલક ઇજનેરની કચેરી પાસેથી તાંત્રિક મંજૂરીઓ લીધા બાદ દાહોદ પ્રાયોજના વહીવટદાર કચેરી માંથી વહીવટી મંજૂરીઓના આધારે કૌભાંડકારીઓએ મહાકૌભાંડને અંજામ આપ્યો હતો. એમાં મહાકૌભાંડને પ્રોત્સાહિત કરનારા દાહોદ પ્રાયોજના કચેરીના તત્કાલીન સમયના પ્રાયોજના વહીવટદાર અને નિવૃત્ત આઈ.એ.એસ.બી. ડી. નીનામા અને નાની સિંચાઈ કચેરીના કાર્યપાલક ઇજનેર ઈશ્ર્વર કોલચાની સંડોવણીઓ બહાર આવ્યા બાદ દાહોદ પોલીસ તંત્રની ગુપ્ત તપાસો ના ધમધમાટો મા હવે આરોપી ચહેરાઓ કોણ હશે ની દહેશત ભરી શરૂ થયેલ ચર્ચાઓએ વહીવટી તંત્ર અને રાજકીય માહૌલમાં ગરમાવો ઊભો કર્યો છે.