દાહોદ પોલીસે ખંગેલા ચેકપોસ્ટ ઉપરથી વિદેશી દારૂના મુદ્દામાલ સાથે 5 ખેપિયાઓને ઝબ્બે કર્યા

  • કાતવારા પોલીસે 94 હજારનો વિદેશી દારૂ સાથે પકડાયેલા 5 ઈસમોમાં ચાર મહિલા સમાવેશ.

દાહોદ,મધ્ય પ્રદેશ તેમજ સરહદી વિસ્તારોમાંથી ખંગેલા બોર્ડર ઉપરથી અવારનવાર ગુજરાતમાં તેમજ દાહોદ જીલ્લામાં વિદેશી દારૂ ઘૂસાડવાનો વેપલો ચાલી રહ્યો છે. જેને અંકુશમાં લેવા દાહોદ પોલીસ દ્વારા વિદેશી દારૂ સાથે વાહનોને ઝડપી દારૂની હેરફેરમાં સામેલ બુટલેગરો સામે ગુનાઓ નોંધી કાર્યવાહીઓ હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે ખંગેલા બોર્ડર ઉપર આવેલા પોલીસના ચેકપોસ્ટ પોઇન્ટ ઉપર કતવારા પોલીસ સ્પેશ્યલ ડરાઇવ દરમિયાન ગત તારીખ 2-9-2023 ના રોજ આવતા જતા વાહનોની તલાશી લેતી હતી. તેવા સમયે એક ઓટો રિક્ષામાં વિદેશી દારૂ ભરાઈને આવી રહ્યો હોવાની બાતમી આધારે પોલીસ સાબદી બની હતી. અને બાતમી વાળી ઓટો રીક્ષા આવતા પોલીસે રીક્ષાને થોભાવી તલાશી હાથ ધરતા પોલીસને જુદા-જુદા બ્રાન્ડની વિદેશી દારૂની પેટીઓ મળી આવતા પોલીસે ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલો નંગ 384 જેની કિંમત 49,920 રૂપિયાનો વિદેશી દારૂ અને દારૂની હેરફેરમાં લીધેલી ઓટો રીક્ષા ખઙ-09-ઉંઞ-3829 નંબરની 45,000 કિંમતની રીક્ષા મળી કુલ 94,920 રૂપિયાની કિંમતનો વિદેશી દારૂનો મુદ્દામાલ કબ્જે કરી અને દારૂની હેરફેરમાં સામેલ (1) રોહિત સજ્જનસીગ મહેમા, રહેવાસી ઈન્દોર વૈકેટ વિહાર કોલોની મધ્ય પ્રદેશ (2) ગાયત્રીબેન ગણેશભાઈ સાંસી,રહેવાસી દ્રષ્ટિ નેત્રાલય ગલાલીયાવાડ દાહોદ (3) સુરૈયાબેન અશોકભાઈ સાસી, રહેવાસી દ્રષ્ટિ નેત્રાલય ગલાલીયાવાડ દાહોદ. (4)ગાયત્રીબેન વિજેન્દ્રભાઈ સિસોદિયા, રહેવાસી દ્રષ્ટિ નેત્રાલય ગલાલીયાવાડ દાહોદ. અને અન્ય ચોથી મહિલા જેનું નામ (5) કમળાબેન કૈલાસભાઈ સાસી, રહેવાસી દર્પણ ટોકીઝ રોડ મારવાડી ચાલ દાહોદ સહીત 5 ખેપિયાઓની વિદેશી દારૂના જથ્થા સાથે અટકાયત કરી તેમની સામે પ્રોહીબિશન અંતર્ગત ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.