દાહોદ,
દાહોદ જિલ્લામાં વિધાનસભાની ચુંટણી સંદર્ભે જિલ્લા પોલીસ દ્વારા સઘન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જિલ્લામાં પ્રોહીબીશનના ગુન્હાઓને શોધી કાઢવા, નાસતા ફરતાં આરોપીને ઝડપી પાડવા, વોન્ટેડ આરોપીને ઝડપી પાડવા સહિતના અનેક ગુન્હાઓમાં કાર્યવાહી કરી રહી છે. પોલીસે છેલ્લા બે દિવસમાં પ્રોહીબીશનના 59 કેસો, લાંબા સમયથી પેન્ડીંગ 31 બિનજામીન લાયક વોરંટવાળા ઈસમોની બજવણી તેમજ અટકાયતી પગલાં પોલીસ દ્વારા લેવામાં આવ્યાં છે.
તારીખ 19મી નવેમ્બરના રોજ પ્રોહીબીશનમાં જેમાં ગેરકાયદેસર પ્રોહીબીશનના કુલ કેસો- 32, જેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂના કુલ- 06 કેસો જેમાં કુલ બોટલો નંગ-806, જેની કી.રૂ.2,67,552/- તથા ગુનાના કામે વપરાયેલ બંન્ને વાહનની કી.રૂ.3,25,000/- સાથે ભારતીય બનાવટનો વિદેશી પ્રોહી મુધ્દામાલ પકડી પાડેલ છે તથા દેશી દારૂના કુલ- 22 કેસો , 92 લીટર જેની કીંમત રૂપીયા – 1840/-નો દેશી પ્રોહી મુદધામાલ પકડી પાડેલ તથા 05 કેસો પીવાના કરેલ છે. કતવારા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પોલીસે ઇગ્લીશદારૂની બોટલો નંગ-588, કી.રૂ.2,42,400/-તથા ગુનાના કામે વપરાયેલ વાહનની કી.રૂ.3,00,000/- અને 02-મોબાઇલ ફોન કી.રૂ.1000/- મળી કુલ કી.રૂ.5,43,400/-નો પ્રોહી મુધ્દામાલ આ કામના આરોપીઓ નામે (1) વિજયભાઇ રાજેન્દર જાતે.દાણેક, (2) સુરેન્દ્ર રાજરૂપ જાતે.વાલ્મીકી બંન્ને રહે. તેજ કોલોની ગોવાણા રોડ રોહતક તા.જી.રોહતક (હરીયાણા) તથા ગુનાના કામે પાયલોટીંગ કરનાર આરોપી નં.(3) હિતેષભાઇ ઠાકુર રહે.હરીયાણા નાને ખંગેલા ચેક પોસ્ટ ઉપરથી સ્થાનિક પોલીસના અધિકારી/ કર્મચારીઓ એ બાતમી આધારે વોચ ગોઠવી પકડી ગુનાના કામે હસ્તગત કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે તેમજ ખુબ લાંબા સમયથી પેન્ડીંગ-31 બિનજામીનલાયક વોરંટવાળા ઇસમોની બજવણી કરવામાં આવેલ છે તેમજ લીધેલ અટકાયતી પગલામાં સી.આર.પી.સી-107 હેઠળ કુલ-86 ઇસમો વિરૂધ્ધ અટકાયતી પગલા લીધેલ છે અને સી.આર.પી.સી-151 હેઠળ કુલ-113 અટકાયતી પગલા લીધેલ છે તથા સી.આર.પી.સી-109 હેઠળ કુલ-17 અટકાયતી પગલા લીધેલ છે તથા સી.આર.પી.સી-110 હેઠળ કુલ-156 અટકાયતી પગલા લીધેલ છે અને પ્રોહી-93 ના હેડ હેઠળ કુલ-77 મળી કુલ-449 અટકાયતી પગલા લીધેલ છે. આવા અસામાજીક તત્વો વિરૂધ્ધ અસરકારક અટકાયતી પગલા લેવાની સારી કામગીરી દાહોદ જીલ્લા પોલીસે કરેલ છે.
તા.20/11/2022 24 કલાકમાં ગેરકાયદેસર પ્રવૃતીઓ કરતા ઇસમો વિરૂધ્ધ પ્રોહીબીશનના કુલ -27 કેસો કરેલ છે. પ્રોહીબીશનમાં જેમાં ગેરકાયદેસર પ્રોહીબીશનના કુલ કેસો- 27, જેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂના કુલ- 03 કેસો જેમાં કુલ બોટલો નંગ-888, જેની કી.રૂ.1,13,423/- તથા ગુનાના કામે વપરાયેલ વાહનની કી.રૂ.3,12,000/- તથા મોબાઇલ ફોન કી.રૂ.5000/-સાથે ભારતીય બનાવટનો વિદેશી પ્રોહી મુધ્દામાલ પકડી પાડેલ છે તથા દેશી દારૂના કુલ- 20 કેસો , 82 લીટર જેની કીંમત રૂપીયા -1640/-નો દેશી પ્રોહી મુદધામાલ પકડી પાડેલ તથા 04 કેસો પીવાના કરેલ છે.
રણધિકપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પ્રોહી ઇગ્લીશદારૂની પેટીઓ નંગ-24 જેમાં બોટલો નંગ-816, કી.રૂ. 1,05 , 120/-તથા ગુનાના કામે વપરાયેલ વાહનની કી.રૂ.2,00,000/- અને મોબાઇલ ફોન કી.રૂ.5000/- મળી કુલ કી.રૂ.3,10,120/-નો પ્રોહી મુધ્દામાલ આ કામના આરોપીઓ નામે (1) નરેશભાઇ રમણભાઇ જાતે ગણાવા રહે મોટીવાવ ભુરીયા ફળીયું તા.લીમખેડા જી.દાહોદ.(2) જશવંતભાઇ ઉર્ફે કટાળો માનસીંગભાઇ જાતે હઠીલા રહે પહાડ હઠીલા ફળીયું તા.સીંગવડ જી.દાહોદ. (3) દિલીપભાઇ બળવંતભાઇ જાતે લુહાર રહે મછેલાઇ તા.સીંગવડ જી.દાહોદ નાને મછેલાઇ ગામ રોડ ઉપરથી જીલ્લા એલ.સી.બી.શાખા, દાહોદના અધિકારી/ કર્મચારીઓ એ બાતમી આધારે વોચ ગોઠવી પકડી ગુનાના કામે હસ્તગત કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે તેમજ ખુબ લાંબા સમયથી પેન્ડીંગ-28 બિનજામીનલાયક વોરંટવાળા ઇસમોની બજવણી કરવામાં આવેલ છે, તેમજ લીધેલ અટકાયતી પગલામાં સી.આર.પી.સી-107 હેઠળ કુલ-67 ઇસમો વિરૂધ્ધ અટકાયતી પગલા લીધેલ છે અને સી.આર.પી.સી-151 હેઠળ કુલ-97 અટકાયતી પગલા લીધેલ છે તથા સી.આર.પી.સી-109 હેઠળ કુલ-05 અટકાયતી પગલા લીધેલ છે તથા સી.આર.પી.સી-110 હેઠળ કુલ-117 અટકાયતી પગલા લીધેલ છે 01 પાસાની દરખાસ્ત કરેલ અને પ્રોહી-93 ના હેડ હેઠળ કુલ-63 મળી કુલ-350 અટકાયતી પગલા લીધેલ છે તેમજ જીલ્લામાં લાયસન્શ ધરાવતા હથિયારપરવાનેદારોના કુલ-03 ના હથિયારો જમાં લેવામાં આવેલ છે. આવા અસામાજીક તત્વો વિરૂધ્ધ અસરકારક અટકાયતી પગલા લેવાની સારી કામગીરી દાહોદ જીલ્લા પોલીસે કરેલ છે.