દાહોદ,
દાહોદ નજીક આવેલ પારેશ્ર્વર મહાદેવ મંદિરે ત્રણ દિવસનો હવન સહિત ભંડારાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં શીવ ભક્તો એ લ્હાવો લીધો હતો.
દાહોદ જિલ્લા વિકાસ અધિકારી નેહાકુમારી પરિવાર સાથે આવી પૂજા અર્ચના કરી હતી અને આ પર્વની ધામધુમ પૂર્વક ઉજવણી કરી હતી. જિલ્લા વિકાસ અધિકારી દ્વારા શિવ મંદિરે પુજા અર્ચના કરી હતી. નીજ મંદિરે પરિવારજનો સાથે હાજર રહી નેહાકુમારી દ્વારા ભગવાન શિવજીની પુજા, અર્ચના કરી હતી. ત્રણ દિવસની પૂજા બાદ ત્રીજા દિવસે મહાદેવજીની ત્રણ પહોરની પૂજા કરવામાં આવી હતી અને ત્યાર બાદ મહાપ્રસાદી રાખેલ હતી. જેમાં હજારો ભકતો એ ભોલેનાથની પ્રસાદીનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.
આ ત્રણ દિવસની પૂજા ઉજજૈન મહાકાલ મંદિરમા પૂજા કરતા નિકુંજ મહારાજ એ સર્વે વિઘી વિધાન થી પૂજા કરવી હતી. પૂજાનો લાભ ચાર પતિ-પત્ની એ સજોડે લીધો હતો.