દાહોદ પરેલ વિસ્તારમાંં બે પાડોશી વચ્ચે ઝગડામાં ચપ્પુ, લાકડી અને પાઈપો વડે હુમલામાં બન્ને પક્ષે 6 વ્યકિતને ઈજાઓ

દાહોદ શહેરના પરેલ વિસ્તારમાં બે પડોશીઓમાં કોઈ બાબતે થયેલ ઝઘડા તકરારમાં મારક હથિયારો જેવા કે, ચપ્પુ, લોખંડની પાઈ તેમજ ગડદાપાટ્ટુનો માર મારતાં બંન્ને પક્ષોમાં મહિલા સહિત 06 વ્યક્તિઓને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ઈજાઓ પહોંચતાં બંન્ને પક્ષો દ્વારા સામસામે પોલીસમાં ફરિયાદ નોંધાંવ્યાંનું જ્યારે આ ઘટના બે માસ પહેલા પહેલા બની હતી અને ઈજાગ્રસ્તો સારવાર હેથળ હોવાથી તેમજ આ ઝઘઢાનું સમાધાન પંચ રાહે ન થતાં ન્યાયની માંગણી સાથે બંન્ને પક્ષોએ પોલીસમાં ફરરિયાદ નોંધાંવી હોવાનું જાણવા મળે છે.

ગત તા.30મી મેના રોજ દાહોદ શહેરના પરેલ ફિલ્ટર સાઈડમાં રહેતાં મહેશભાઈ કેથવાસ, હર્ષ મહેશભાઈ કેથવાસ, શિવમ, મંજુબેન મહેશભાઈ કેથવાસ, શીતલબેન મહેશભાઈ કેથવાસ, પ્રિયાબેન મહેશભાઈ કેથવાસ અને યશભાઈ મહેશભાઈ કેથવાસનાઓએ એકસંપ થઈ ગેરકાયેદસર મંડળી બનાવી પોતાના પડોશમાં રહેતાં સાવિત્રીબેન રાજેશભાઈ બામણીયાના પરિવારજનો સાથે ઝઘડો તકરાર કરી એકદમ ઉશ્કેરાઈ જઈ પોતાની સાથે લાવેલ ચપ્પુ, લોખંડની પાઈપ તેમજ ગડદાપાટ્ટુનો માર મારી ગૌરવ, રાજેશભાઈ તથા સાવિત્રીબેનને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકીઓ આપતાં આ સંબંધે ઈજાગ્રસ્ત સાવિત્રીબેન રાજેશભાઈ બામણીયા તથા તેમના પરિવારજનો ઈજાગ્રસ્ત થતા સારવાર હેઠળ હતાં ત્યારે ગતરોજ સારવાર લઈ પરત ઘરે આવી આ સંબંધે દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જ્યારે સામાપક્ષેથી દાહોદ શહેરના પરેલ વિસ્તારમાં ફિલ્ટર સાઈડમાં રહેતાં શીતલબેન મહેશભાઈ કેથવાસે નોંધાંવેલ ફરિયાદમાં જણાવ્યાં અનુસાર, પોતાના પડોશમાં રહેતાં રાજેશભાઈ આરતસિંહ બામણીયા, ગૌરવ રાજેશભાઈ બામણીયા, ગૌતમ રાજેશભાઈ બામણીયા, ગૌરાંગ રાજેશભાઈ બામણીયા, સાવિત્રીબેન રાજેશભાઈ બામણીયા અને દિનેશભાઈ બારીનાઓએ એકસંપ થઈ ગેરકાયદેસર મંડળી બનાવી થીલબેનના ઘરે આવ્યાં હતાં અને બેફામ ગાળો બોલી એકદમ ઉશ્કેરાઈ જઈ મહેશભાઈ યશકુમાર અને હર્ષને ચપ્પુ વડે તેમજ ગડદાપાટ્ટુનો માર મારી શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકીઓ આપી ભારે ધિંગાણું મચાવતાં આ સંબંધે ઈજાગ્રસ્ત શીતલબેન મહેશભાઈ કેથવાસે દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતોં પોલીસે આ સંબંધે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.