દાહોદ,
દાહોદ શહેરમાં પરેલ વિસ્તાર ખાતે આવેલ રામ લીલા મેદાન ખાતે રેલ્વે તંત્ર દ્વારા બાંધકામ કરતાં આ મામલે સ્થળ પર રોજી રોટી કમાઈ ખાનાર લોકોની રોજી રોટી છવાઈ જશે તેવી રજુઆત સાથે દાહોદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા દાહોદના રેલ્વે પ્રબંધકની મુલાકાત કરી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
દાહોદ શહેરના પરેલ વિસ્તાર સાત રસ્તા મેદાન ખાતે વર્ષોથી રામલીલાનું આયોજન કરવામાં આવે છે. આ સ્થળ ખાતે રેલ વિભાગ દ્વારા દુકાનોનું બાંધકામ કરવામાં આવી રહ્યું છે. આ મામલે દાહોદ શહેર કોંગ્રેસ સમિતિના આગેવાનો દ્વારા દાહોદના રેલ્વેના પ્રબંધકની મુલાકાતે ગયાં હતાં અને જ્યાં તેઓએ રેલ પ્રબંધકને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે, દુકાનોના બાંધકામ સામે કોઈ વાંધો નથી પરંતુ ત્યાં આસપાસના ગ્રામીણ લોકો શાકભાજી સહિત નાના મોટો ધંધો કરી પોતાનું કામકાજ કરે છે અને લારી ગલ્લાવાળા પણ પોતાનો ધંધો કરી ગુજરાન ચલાવે છે ત્યારે રેલ્વે તંત્ર દ્વારા આ આ બંધ કરવામાં આવતાં હજ્જારો લોકો રોજી રોટી વિહોણા થઈ ગયાં છે તે યોગ્ય નથી. પાવર સ્ટેશનને અન્ય સ્થળે ખસેડવામાં તેમજ સ્પોટ ગ્રાઉન્ડનો વિકાસ કરવામાં આવે તે માટે દાહોદ કોંગ્રેસ સમિતિ દ્વારા રેલ પ્રબંધકની મુલાકાત કરી ઉપરોક્ત મામલે ખાસ કરીને સ્થળ પર રોજગાર ધંધો કરતાં લોકોના હિતમાં યોગ્ય નિર્ણય કરવામાં આવે તેવી માંગણી કરી હતી.