દાહોદ શહેરની એક 31 વર્ષિય પરણિતાને તેના પતિ તથા સાસુ દ્વારા દહેજની માંગણી કરી શારિરીક તેમજ માનસીક ત્રાસ આપતાં આવા અમાનુષીત્રાસથી વાજ આવેલ પરણિતાએ ન્યાયની માંગણી સાથે દાહોદ મહિલા પોલીસ મથકના દરવાજા ખટખટાવ્યાંનું જાણવા મળે છે.
હાલ પોતાના પિયર દાહોદ શહેરના પરેલ સી સાઈડમાં રહેતાં 31 વર્ષિય પરણિતા અંજનાબેન રાજુભાઈ રાઠોડના લગ્ન તારીખ 11.05.2018ના રોજ તેઓના સમાજના રીતિ રિવાજ મુજબ દાહોદ શહેરના ગોદી રોડ ખાતે સાઈ કૃષી સોસાયટીમાં રહેતાં નવીનભાઈ કુંદનભાઈ ડામોર સાથે થયાં હતાં. લગ્નના એક વર્ષ જેટલું પરણિતા અંજનાબેનને તેના પતિ નવીનભાઈ તથા સાસુ સીતાબેન કુંદનભાઈ ડામોર દ્વારા સારૂ રાખ્યાં બાદ તેઓનું પોત પ્રકાશ્યું હતું અને અવાર નવાર મેણા ટોણા મારી પતિ તથા સાસુ કહેતા હતાં કે, તને તારા બાપના ઘરેથી દહેજમાં કંઈ આપેલ નથી, તું તારા બાપાના ઘરેથી રૂપિયા લઈ આવ, તેમજ કહી બેફામ ગાળો બોલી, શારિરીક અને માનસીક ત્રાસ આપી પરણિતા અંજેનાબેન સાથે મારઝુડ કરી મારી નાંખવાની ધમકીઓ આપતાં આવા અમાનુષી ત્રાસથી વાજ આવેલ પરણિતા અંજાનાબેન દ્વારા દાહોદ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.