દાહોદ પરેલ સાત બંગલા પાછળ રેલ્વે લાઈન ક્રોસ કરતાં વ્યકિતનું મોત

દાહોદ,

દાહોદ પરેલ સાત બંગલા પાછળ ગતરોજ સવારે રેલ્વે લાઈન ક્રોસ કરવા ગયેલ અજાણ્યા ઈસમનું અકસ્માતે ટ્રેનની અડફેટમાં આવી જતાં ગંભીર ઈજાઓ થતાં તેનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું.

પ્રાપ્ત વિગત અનુસાર એક અજાણ્યો ઈસમ ગઈકાલે સવારે દશેક વાગ્યાના સુમારે દાહોદ પરેલ, સાત બંગલા પાછળ રેલ્વે લાઈન ક્રોસ કરવા જતાં અચાનક આવેલ ટ્રેનની અડફેટે આવી જતાં તેનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ દાહોદ રેલ્વે પોલિસ તાબડતોબ ઘટના સ્થળે દોડી આવી હતી અને મરણ જનારની લાશનો કબજો લઈ પંચો રૂબરૂ લાશનું પંચનામું કરી લાશને પી.એમ.માટે દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં મોકલી આપી આ મામલે સી.આર.પી.સી. 174 મુજબ અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.