દાહોદ પંચાલ નવયુવક મંડળ વિશ્ર્વકર્મા મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા અને મંડળની 50 વર્ષની સુવર્ણ જયંતિ ઉજવાઈ

દાહોદ, દાહોદ શહેરમાં પંચાલ નવયુવક મંડળ, દાહોદ દ્વારા શ્રી વિશ્વકર્માચ મંદિર, દાહોદ ખાતે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તેમજ પંચાલ નવયુવક મંડળ, દાહોદના 50 વર્ષ પુર્ણ થતાં તે નિમિત્તે સુવર્ણ જયંતિમ મહોત્વનું આયોજન કરવામાં આવેલ છે. આ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે ત્યારે આજે તારીખ 27મી મેના રોજ હવન પુજા પ્રારંભ થયો હતો ત્યાર બાદ શહેરમાં ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જેમાં સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં.

શ્રી વિશ્વકર્મા મંદિર દાહોદનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તેમજ પંચાલ નવયુવક મંડળ, દાહોદના 50 વર્ષ પૂર્ણતા નિમિત્તે સુવર્ણ જયંતિ મહોત્સવ નું આયોજન કરવામાં આવેલ છે જેમાં તા.26.05.2023ને શુક્રવારના રોજ પંચાલ નવયુવક મંડળ, દાહોદના 50 વર્ષ નિમિત્તે સ્વપ્ન સિદ્ધિ અંકનુ વિમોચન સમય રાત્રીના 8.00 કલાકે, ભજન સંધ્યા (વેશ ભૂસા સહિત) કલાકાર દ્વારકા મંત્રી-દેવાસ વાળા સમય રાત્રીના 9.00 કલાકે, કરવામાં આવ્યું હતું ત્યાર બાદ તા.27.05.2023ને શનિવારના રોજ હવન પૂજા પ્રારંભ સમય સવાર ના 8.00 કલાકે, મૂર્તિઓની શોભાયાત્રા સમય સાંજના 4.15 કલાકે, બેન્ટ વાજાની સંગીતમય સુરાવલી સાથે સોભાયાત્રા રાસ ગરબાની રમઝટ સાથે આકર્ષણની ઝાંખી સાથે વેશ ભુસા નાના ભૂલકાંની ઝાંખી આકર્ષણ મય જોવા મળી હતી સોભાતાત્રા પરત નિજ મંદિર આવી હતી તથા રાત્રી ના આઠ વાગ્યે સંગીત મય આંદનો ગરબો તેમજ રાશ ગરબા (આનંદ નો ગરબો શ્રી વિશ્વકર્મા પંચાલ મહિલા મંડળ, દાહોદ દ્વારા) સમય રાત્રીના 9.00 કલાકે ઉજવવામાં આવ્યો હતો તમામ કાર્યક્રમ યજ્ઞશાળા સ્થળ શ્રી વિશ્વકર્મા મંદિર પંચાલ સમાજની વાડી, દાહોદ ખાતે રાખવામાં આવેલ છે. સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ ભોજનશાળા સ્થળ રામાનંદ પાર્ક, એમ.જી.વી.સી.એલ. બ્રિજ પાસે, દાહોદ ખાતે રાખવામાં આવેલ છે.