દાહોદ, દાહોદ શહેરમાં પંચાલ નવયુવક મંડળ, દાહોદ દ્વારા શ્રી વિશ્ર્વકર્મા મંદિર, દાહોદ ખાતે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તેમજ પંચાલ નવયુવક મંડળ, દાહોદના 50 વર્ષ પુર્ણ થતાં તે નિમિત્તે સુવર્ણ જયંતિમ મહોત્વનું આયોજન કરવામાં આવેલ છે. આ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે.
શ્રી વિશ્ર્વકર્મા મંદિર દાહોદનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તેમજ પંચાલ નવયુવક મંડળ, દાહોદના 50 વર્ષ પૂર્ણતા નિમિત્તે સુવર્ણ જયંતિ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં તા.25.05.2023ને ગુરૂવાર નારોજ સત્યનારાયણ ભગવાનની કથા તેમજ સુંદરકાંડ પાઠ (સુંદરકાંડ પાઠ વિશ્ર્વકર્મા રામાયણ મંડળ, દાહોદ દ્વારા) સમય સાંજના 6:30 કલાકથી, તા.26.05.2023ને શુક્રવાર નારોજ પંચાલ નવયુવક મંડળ, દાહોદના 50 વર્ષ નિમિત્તે સ્વપ્ન સિદ્ધિ અંકનુ વિમોચન સમય રાત્રીના 8.00 કલાકે, ભજન સંધ્યા (વેશ ભૂસા સહિત) કલાકાર દ્વારકા મંત્રી- દેવાસ વાળા સમય રાત્રીના 9.00 કલાકે, તા.27.05.2023ને શનિવારના રોજ હવન પૂજા પ્રારંભ સમય સવાર ના 8.00 કલાકે, મૂર્તિઓની શોભાયાત્રા સમય સાંજના 4.15 કલાકે, સંગીત મય આંદનો ગરબો તેમજ રાશ ગરબા (આનંદ નો ગરબો વિશ્ર્વકર્મા પંચાલ મહિલા મંડળ, દાહોદ દ્વારા) સમય રાત્રીના 9.00 કલાકે, તા.28.05.2023ને રવિવારના રોજ કળશ યાત્રા સમય સવારના 8.15 કલાકે, દિનેશ ગજ્જર લેખિત વિશ્ર્વકર્મા પુરાણ આધારીત નવી પેઢીનું નાટક સર્જનહાર નું સ્વરૂપ રાત્રીના 9.00 કલાકે તા.29.05.2023ને સોમવારના રોજ, પૂર્ણાહુતિ બપોરના 3.15 કલાકે, યજ્ઞશાળા સ્થળ વિશ્ર્વકર્મા મંદિર પંચાલ સમાજની વાડી, દાહોદ ખાતે રાખવામાં આવેલ છે. સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ ભોજનશાળા સ્થળ રામાનંદ પાર્ક, એમ.જી.વી.સી.એલ. બ્રિજ પાસે, દાહોદ ખાતે રાખવામાં આવેલ છે.