દાહોદ પાલિકાની સમિતિઓના ચેરમેનોની 8 મહિને થયેલી નિયુક્તિમાં 8 મહિલાઓ, 8 પુરૂષોની વરણી

  • દાહોદ નગર પાલિકા ની સામાન્ય સભામાં હાજર રહેલ સભ્યો મા કહી ખુશી કહી ગમ નો માહોલ જોવા મળ્યો હતો અને છૂપો રોષ પણ જોવા મળ્યો હતો.
  • દાહોદ નગર પાલિકાની ખાસ સામાન્ય સભા આજરોજ મળી હતી.જેમા વિવિધ 16 જેટલી સમિતિના ચેરમેનની નિયુક્તિ કરવામા આવી હતી.નવી નિયુકતિથી જૂજ સભ્યો નારાજ થયા હોવાનુ પણ જાણવા મળ્યુ છે.
  • સભ્યોની ઈંતેજારીનો અંત આવ્યો.

દાહોદ,દાહોદ નગર પાલિકામા છેલ્લા આઠ માસથી વિવિધ સમિતિઓના ચેરમેનની વરણી લટકી પડેલી હતી.જેથી આ નિમણૂકોની કાગ ડોળે રાહ જોવાતી હતી. કેટલાક કારણોસર નિમણૂકો કરવામા આવતી ન હોવાનુ કહેવાઈ રહ્યુ છે.ત્યારે આજે તારીખ 15 એપ્રિલના રોજ તેનુ મુહૂર્ત નીકળ્યુ હતુ.

એક કોંગ્રેસમાંથી આવેલાને પણ તક આપી. આજે કુલ 16 સમિતિના ચેરમેનની વરણી કરવામા આવી હતી. જેમાં અડધો અડધ મહિલાઓનો સમાવેશ કરતા આઠ મહિલાઓને ચેરમેન બનાવાયા છે. જેમા વિધાન સભાની ચુંટણીઓ ટાણે કોંગ્રેસ માથી ભાજપમા આવેલા એક મહિલા સભ્યને પણ ચેરમેન બનાવાયા છે.

દાહોદ નગરપાલિકાની આજે સામાન્ય સભા નગરપાલિકાના સભાખંડ ખાતે મળી હતી. જેમાં 16 જેટલી સમિતિઓના વિવિધ 16 ચેરમેનોની વિવિધ ખાતાઓમાં સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી જેમાં બાંધકામ સમિતિમાં નીરજભાઈ (ગોપી) નિકુંજભાઈ દેસાઈ, વોટર સપ્લાય સમિતિમાં બીજલભાઇ જોગાભાઈ ભરવાડ, ટાઉન પ્લાનિંગ સમિતિમાં તુલસીભાઈ હોતચંદ જેઠવાણી, આરોગ્ય સમિતિમાં ચંદ્રકાંતાબેન ગોપાલભાઈ ધાનકા, દિવાબત્તી સમિતિમાં કિંજલબેન શાલીનકુમાર પરમાર, બાગ બગીચા સમિતિમાં રંજનબેન કિશોરકુમાર રાજહંસ, એસ્તાબ્લીસર મેન્ટ સમિતિમાં હંસાબેન ધરમભાઈ મોહનિયા, ફાયર સમિતિમાં લલીતભાઈ રમણભાઈ પ્રજાપતિ, કાયદા સમિતિમાં રાકેશભાઈ વિઠ્ઠલભાઈ નાગોરી, સમાજ કલ્યાણ સમિતિમાં સુજાનકુમાર હિંમતસિંહ કિશોરી, રમત ગમત અને સાંસ્કૃતિક સમિતિમાં ફાતેમા શબ્બીરભાઈ કપૂર, લાઇબ્રેરી સમિતિમાં લક્ષ્મીબેન ભાટ, શોપ્સ એન્ડ એસ્ટાબ્લીસર સમિતિમાં વાસીફભાઈ યુસુફખાન પઠાણ, મેન્ટેન્સ ડિપાર્ટમેન્ટ સમિતિમાં સંતોષબેન મુકેશકુમાર ખંડેલવાલ, પાર્કિંગ કમિટી સમિતિમાં અસવરતભાઈ હાજીવલીભાઈ દલાલ અને સ્ટોલ ધ વહીવટ ચાર્જ સમિતિમાં રૂપેન્દ્ર દોશીની વરણી કરવામાં આવી હતી.