દાહોદ,
દાહોદ નગર પાલિકાની માલીકીના શોપીંગ સેન્ટરમાં ભાડેથી ફાળવવામાં આવેલી કેટલીક દુકાનોના ભાડુઆતો દ્વારા ભાડુ ભરવામાં ન આવતા આવા 22 જેટલી ભાડુઆતોની દુકાનોને પાલિકા પ્રમુખ તેમજ ચીફ ઓફિસરની સીધી સુચનાથી સેલ મારવામાં આવતા ચકચાર મચી જવા પામી છે.
દાહોદ નગર પાલિકામનો મોટા ભાગનો વહીવટ ટેક્સના નાણાંથી જ ચાલતો હોઈ શહેરીજનો દ્વારા પુરેપુરો ટેક્સ ભરપાઈ ન કરાતા તેમજ પાલિકાની માલીકીના શોપીંગ સેન્ટરમાં ભાડેથી ફાળવવામાં આવેલ દુકાનોના ભાડા પણ ભાડુઆતો દ્વારા સમયસર ન ચુકવાતાં આ મામલે આવા ભાજુઆતો સામે પાલિકાએ લાલ આંખ કરી છે અને દર્પણ રોડ પર આવેલ એફ.પી. 85 શોપીંગ સેન્ટરમાં 14 જેટલા ભાડુઆતો, સ્ટેશન રોડ પર ત્રણ ભાડુઆતો, પડાવ શોપીંગ સેન્ટરમાં ત્રણ ભાડુઆતો, એફ.પી. 95 હરીજનવાસમાં એક ભાડુઆત તથા જુની કોર્ટ રોડ પર એક ભાડુઆત મળી કુલ 22 જેટલા ભાડુઆતો પોતાની દુકાનનું નિયમિત રીતે ભાડુ ભરતા ન હોવાથી દાહોદ નગર પાલિકા પ્રમુખ તેમજ ચીફ ઓફીસરની સીધી સુચનાથી નગર પાલિકા પ્રમુખ તેમજ ચીફ ઓફીસરની સીધી સુચનાથી નગર પાલિકા મકાનભાડા કલાર્ક તેમજ વસુલાત સ્ટાફ સાથે રહી અંદાજીત 22 જેટલી દુકાનોને સીલ મારવામાં આવતા ચકચાર મચી જવા પામી છે અને પાલિકાના શોપીંગ સેન્ટરમાં ભાડુઆતોમાં જેઓના ભાડાનો રકમ બાકી હોય તેવા ભાડુઆતોમાં દોડધામ મચી જવા પામી છે.