
દાહોદ,દાહોદ શહેરમાં અખાત્રીજના દિવસથી દાહોદ નગરપાલિકા દ્વારા પ્રીમોનની કામગીરીનો પ્રારંભ કર્યો હતો. અનેક સ્થળોએ ગટરથી લઈ અસ્વચ્છતાના સ્થાને પ્રિમોન્સ ની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ગટર લાઈનોની સાફ-સફાઈ, ચોકઅપ થયેલી લાઈનોનું સમારકામ જેવી કામગીરી હાથ ધરવામાં આવી હતી.

ચોમાસાના પ્રારંભ પૂર્વે આ વર્ષે દાહોદ નગરપાલિકા ચોમાસાના બે મહિના પૂર્વે જ આગોતરા આયોજન સાથે અખાત્રીજના દિવસથી જ દાહોદ શહેરમાં પ્રિમોન્સૂનની કામગીરી હાથ ધરી થઈ હતી. દાહોદ શહેરના ગોવિંદ નગર, સ્ટેશન રોડ, ગોધરા રોડ, ગોદી રોડ જેવા વિસ્તારોમાં ઉભરાતી ગટરો, ગટરના ઢાંકણાઓનું સમારકામ, ચોકઅપ થયેલી લાઈનોનું સમારકામ તેમજ આસપાસના વિસ્તારોમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે પાલિકાના સફાઈ કર્મીઓ મારફતે પ્રિ મોનસુનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. શહેરમાં કેટલા કેટલા સમયથી ઉભરાતી ગટરો ઠેર ઠેર ગંદકીના સામ્રાજ્યથી સ્થાનિક રહેવાસીઓ હેરાન પરેશાન થઈ ગયા હતા. જે બાબતની ગંભીરતા ને લઈ દાહોદ નગરપાલિકા સફળ જાગી હતી અને ચોમાસા પહેલા પ્રિમોન્સૂનની કામગીરી હાથ ધરી હતી.