દાહોદ પાલિકા દ્વારા 78માં સ્વાતંંત્ર પર્વની ધામધૂમથી ઉજવણી કરી

દાહોદ શહેરમાં દાહોદ નગરપાલિકા ખાતે 78માં સ્વાતંત્ર પર્વની ધામધુમ પુર્વક ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે આ વખતે કાઉન્સીલર શ્રધ્ધાબેન ભડંગ દ્વારા રાષ્ટ્ર ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો અને જેમાં તેઓએ પોતાના ભાષણ દરમ્યાન દાહોદ શહેરની સમસ્યાઓના નિરાકરણ માટે બાંહેધરી પણ આપવામાં આવી હતી. તેઓના ભાષણથી સૌ કોઈ મંત્રમુગ્ધ થઈ ગયાં હતાં.

દાહોદ નગરપાલિકા ખાતે 78માં સ્વાતંત્ર પર્વની હર્ષાઉલ્લા સાથે ઉજવણી કરવામાં આવી હતી. કાઉન્સીલર શ્રધ્ધાબેન ભડંગ દ્વારા રાષ્ટ્ર ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. ત્યારે તેઓ પોતાના ભાષણમાં દાહોદ શહેરની સમસ્યાઓને ઉજાગર કરી સમસ્યાઓનું ટુંક સમયમાં નિરાકરણ લાવવામાં આવશે તેવું જણાવ્યું હતું. શ્રધ્ધાબેન ભડંગ દ્વારા પોતાના ભાષણમાં જણાવ્યાં અનુસાર, ઉગજાત સુરજનું પ્રથમ દ્વાર એટલે દાહોદ, દાહોદ શહેરમાં પાણી, રસ્તા, સ્વચ્છતા વિગેરે જેવી સુવિધાઓને પુરી પાડવામાં માટે દાહોદ જીલ્લાના સાંસદ જસવંતસિંહ ભાભોર, મંત્રી બચુભાઈ ખાબડ, દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી સહિત દાહોદ જીલ્લા ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો તેમજ હોદ્દેદારો તેમજ સમગ્ર વહીવટી તંત્ર એકજુથ છે.

ટુંક સમયમાં દાહોદ શહેરવાસીઓને પડતી સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં આવશે. દાહોદ શહેરવાસીઓને સ્વાતંત્ર પર્વની શુભકામનાઓ પાઠવું છું. ભારત એટલે પરંપરારઓનો દેશ. દાહોદ શહેરમાં સરકારની વિવિધ યોજનાઓ થકી વિકાસ કરવામાં આવશે. ઘણા કામોની મંજુરી પણ દાહોદને મળી ચુકી છે. દાહોદ ઘણી સમસ્યાઓથી પસાર થઈ રહી છે તે હું માનું છે. પ્રસૃતિ વગર માતૃત્વનું સુખ મળતું નથી તેમજ વિકાસના પંથ પર અનેક સમસ્યાઓનો સામનો કરી દાહોદનો વિકાસ કરવામાં આવશે. દાહોદ નગરપાલિકા દ્વારા જે કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે તે તમામ કામો પુર્ણ કરવામાં આવશે. કામ થાય તો ભુલ પણ થાય માટે કામો પુર્ણ કરવા માટે સૌ કોઈના સાથ અને સહકારની અપેક્ષા રાખીએ છીએ માટે સૌએ ભેગા મળી દાહોદના વિકાસમાં સાથ અને સહકાર આપવા કાઉન્સીલર શ્રધ્ધાબેન ભડંગ દ્વારા અપીલ કરવામાં આવી હતી.