દાહોદ પાલિકા ચોક ખાતે ત્રણ રાજયમાંં ભાજપની જીતની ઉજવણી કરી

દાહોદ,મધ્યપ્રદેશ , રાજસ્થાન અને છત્તીસગઢમાં ભારતીય જનતા પાર્ટીએ બહુમતિથી ભવ્ય વિજયી મેળવતાં મધ્યપ્રદેશ અને રાજસ્થાનની સાથે સાથે ગુજરાત રાજ્યમાં પણ ભારતીય જનતા પાર્ટીમાં ખુશીનો માહૌલ જોવા મળી રહ્યો છે. ત્યારે આજરોજ દાહોદ નગરપાલિકા ચોક ખાતે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો જેમાં દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, દાહોદ નગરપાલિકાના પ્રમુખ ગોપી દેસાઈ સહિત ભારતીય જનતા પાર્ટીના મહિલા મંડળ તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આ જીતને વધાવી લઈ ફટાકડા ફોડી, એકબીજાનું મોં મીઠુ કરાવી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.