દાહોદ ઓવર બ્રિજ થી ઈન્દોર ગોધરા જતાં રસ્તા ઉપર આઈસર ટેમ્પો માંથી 40 હજારનો ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપ્યો

દાહોદ,દાહોદ એસઓજી પોલીસે ગરબાડાથી દાહોદ તરફ આવતા હાઈવે રસ્તે દાહોદ ઓવરબ્રિજ ની નજીક ઇન્દોર થી ગોધરા જતા રસ્તાની જોડતા રસ્તા પરથી રૂપિયા 40,000/- ની કિંમતના વિદેશી દારૂના જથ્થા સાથે આઇસર ટેમ્પો પકડી પાડી રૂપિયા 5 લાખની આઇસર ગાડી અને બે મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 5,46,300/- ના મુદ્દામાલ સાથે ટેમ્પોના ચાલકની અટકાયત કર્યાનુ જાણવા મળ્યું છે.

પંચમહાલ જીલ્લાના ઘોઘંબા તાલુકાના રાજગઢ પાલ્લા ગામના અલાઉદ્દીન અલી મોહમ્મદ મકરાણી જીજે-23-એ ડબલ્યુ-2390 નંબરના આઇસર ટેમ્પોમાં મધ્યપ્રદેશના દારૂના એક ઠેકા ઉપરથી ગરબાડાના નીમચ ગામના સુરેશભાઈ સોમાભાઈ ચૌહાણે વિદેશી દારૂનો જથ્થો પંચમહાલ જીલ્લાના ઘોઘંબા તાલુકાના કાંટુ ગામે રહેતા મંગળસિંહ પુનાભાઈ બારીયાને આપવા માટે ભરાવી આપતા તે ટેમ્પો ગરબાડાથી દાહોદ તરફ આવતો હોવાની ગુપ્ત બાતમી દાહોદ એસ.ઓ.જી પોલીસને મળતા જે બાતમીને આધારે દાહોદ એસ.ઓ.જી. પોલીસે ગરબાડાથી દાહોદ તરફ આવતા હાઈવે રસ્તે દાહોદ ઓવરબ્રિજ નજીક ઇન્દોરથી ગોધરા જતા રસ્તાને જોડતા રસ્તા પર જરૂરી વોચ ગોઠવી દારૂ ભરીને આવી રહેલા ઉપરોક્ત નંબર વાળા આઇસર ટેમ્પોને પકડી પાડી ટેમ્પોમાંથી રૂપિયા 40,000/- ની કુલ કિંમતની ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ બોટલ નંગ.360 પકડી પાડી ટેમ્પોના ચાલક અલાઉદ્દીન અલી મોહમ્મદ મકરાણીની અટકાયત કરી તેની પાસેથી રૂપિયા 5000/- ની કુલ કિંમતના બે મોબાઈલ ફોન પકડી પાડી સદર દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલ રૂપિયા પાંચ લાખની કિંમતનો આઇસર ટેમ્પો મળી કુલ રૂપિયા 5,46,300/- નો મુદ્દા માલ કબજે લઈ દાહોદ એ ડિવિઝન પોલીસને સુપરત કરી ફરિયાદ નોંધાવતા આ મામલે દાહોદ ટાઉન એ ડિવિઝન પોલીસે ટેમ્પો ચાલક અલાઉદીન અલીમોહમ્મદ મકરાણી, પ્રોહિ મુદ્દામાલ મોકલનાર નીમચ ગામના સુરેશભાઈ સોમાભાઈ ચૌહાણ તથા પ્રોહિ મુદ્દામાલ મંગાવનાર મંગળસિંહ પુનાભાઈ બારીયા વિરૂદ્ધ પ્રોહીબિશનનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.