દાહોદ શહેરમાં સુખદેવ કાકાની ચાલીમાં રહેતાં એક 23 વર્ષિય પરણિતાને તેના પતિ તથા સાસરીયાઓ દ્વારા શારિરીક તેમજ માનસીક ત્રાસ આપતાં પરણિતાએ ન્યાયની માંગણી સાથે દાહોદ મહિલા પોલીસ મથકના દરવાજા ખટખટાવ્યાંનું જાણવા મળે છે.
દાહોદ શહેરમાં સુખદેવ કાકાની ચાલમાં રહેતાં 23 વર્ષિય દિપીકાબેન રમેશભાઈ પીઠાયાના લગ્ન અગનભાઈ વસંતભાઈ સાથે ગત તા.23.02.2024ના રોજ સમાજના રિત રિવાજ મુજબ થયાં હતા. ત્યારે પરણિતા દિપીકાબેનને પંદરેક દિવસ સુધી સારૂ રાખ્યા બાદ પતિ અગનભાઈ તથા સાસરીપક્ષના વસંતભાઈ ગંગાબાઈ તેમજ સુશીલાબેનનું પોત પ્રકાશ્યું હતું અને અવાર નવાર મેણા ટોણા મારી દિપીકાબેનના પતિ અગનભાઈ દિપીકાબેનને કહેલ કે, તું મને છુટાછેડા આપી દે, મારે તને રાખવી નથી, મારા બાળકો આપી તારા બાપના ઘરે જતી રહે, તેમ કહી બેફામ ગાળો હોલી મારી નાંખવાની ધમકીઓ આપતો હતો. ત્યારે વસંતભાઈ તથા સુશિલાબેન પરણિતા દિપીકાબેનને પતિ અગનભાઈને ખોટી ચઢામણી કરી મેણા ટોણા મારતાં આવા અમાનુષી ત્રાસથી વાજ આવેલ પરણિતા દિપીકાબેનએ પોતાના પિયરની વાટ પકડી હતી અને આ સંબંધે દિપીકાબેન રમેશભાઈ પીઠાયાએ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.