દાહોદ શહેરના એમ.જી. રોડ વિસ્તારમાં એક સોસાયટીમાં એક એપાર્ટમેન્ટના પાંચમા માળેથી બાલ્કની માંથી એક અજાણી વ્યક્તિ દ્વારા કુદવાનો પ્રયાસ કરતાં ફાયર વિભાગ તેમજ પોલીસ તંત્ર દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી ભારે જહેમત બાદ યુવકનું રેસ્ક્યુ કરી તેને બચાવી લેવામાં આવ્યો હતો.
ગતરોજ દાહોદ શહેરના એમ.જી. રોડ ખાતે હુસામી મોહલ્લાના ઈબ્રાહીમ એપાર્ટમેન્ટના પાંચમા માળે એક અજાણી વ્યક્તિ ચડી ગયો હતો. અજાણી વ્યક્તિ દ્વારા પાંચમા માળની બાલ્કની માંથી કુદવાનો પ્રયાસ કરતો હતો, ત્યારે સ્થળ પર લોકટોળા ઉમટી પડ્યાં હતાં. આ અંગેની જાણ સ્થાનીક પોલીસને કરવામાં આવતાં પોલીસ કાફલો ફાયર વિભાગની ટીમને લઈ સ્થળ પર પહોંચી ગઈ હતી. ફાયર વિભાગની ટીમ તેમજ પોલીસ દ્વારા આ અજાણી વ્યક્તિને બાલ્કની માંથી ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને તેને બચાવી લેવામાં આવ્યો હતો.