દાહોદ જીલ્લાના વાતાવરણમાંપલ્ટો, વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી છાંટા પડ્યા: આકરી ગરમીથી મળી આંશિક રાહત

  • દાહોદ જીલ્લામા આજે વહેલી સવારથી વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો : વાદળ છાયા વાતાવરણ વચ્ચે દાહોદ શહેર સહિત આસપાસના વિસ્તારમા વરસાદી ઝાપટુ પડ્યું હતું.

દાહોદ, હાલમા ઉનાળાની સિઝન ચાલી રહી છે. ગરમીનો પારો 41 ડીગ્રીને પાર થઈ રહ્યો છે. ત્યારે આજે શુક્રવારે વહેલી સવારથી વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો છે. સમગ્ર દાહોદ જીલ્લામા આજે વાદળછાયું વાતાવરણ છવાઇ ગયું છે. સાથે વિજળીના કડાકા સાથે વરસાદી ઝાપટુ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે અને હાલ ઉનાળાની ઋતુમાં ધોમધખતા તાપમાંથી લોકોને થોડીક રાહત મળી છે.

જો કે, વરસાદી વાતાવરણ થઈ જતાં ખેડૂતો ચિંતિત બન્યા છે અને વરસાદી ઝાપટાના કારણે ખેડુતોના પાકને નુકસાન થવાની ભીતી સેવાઈ રહી છે, જ્યારે બેવડી ઋતુના કારણે રોગચાળો વકરે તેવી શક્યતા છે.

હાલ એપ્રિલ મહિનામા રાજ્યભરમાં હીટવેવની અસર શરૂ થતાં ગરમીનો પારો 41 ડીગ્રીની સપાટીએ પહોંચી ગયો છે. આજે વહેલી સવારથી દાહોદ શહેર સહિત જીલ્લામાં વાદળછાયું વાતાવરણ છવાયું હતું અને સવારના સમયે 6:30 વાગ્યે દાહોદ શહેરમા કમોસમી વરસાદી ઝાપટુ પડ્યું હતું. વરસાદ વરસતા લોકોએ ઉનાળાની કાળઝાળ ગરમીમાં આંશિક રાહત મેળવી હતી.