દાહોદની ગ્રાન્ટેડ શાળામાં આર.ટી.એકટ હેઠળ બાળકોને એડમીશન ન આપતા વાલીઓ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીને રજુઆત

દાહોદ આર.ટી. એક્ટ હેઠળ સરકારની યોજના અંતર્ગત દાહોદની ગ્રાન્ટેડ શાળામાં બાળકોને એડમિશન આપવામાં ન આવતા બાળકોના વાલીઓ દ્વારા આ મામલે દાહોદ જિલ્લા શિક્ષણ અધિકારીની મુલાકાત કરી આ સમસ્યાના નિરાકરણ માટે રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

સરકારની યોજનાઓ અંતર્ગત બાળકોને ભણવા માટે અનેક સહાયતા કરવામાં આવે છે ત્યારે આવી જ એક યોજનાઓ પૈકી આર.ટી. એક્ટ હેઠળ બાળકોને ગ્રાન્ટેડ શાળાઓમાં એડમિશન આપવામાં આવે છે ત્યારે આ યોજના હેઠળ દાહોદ શહેરમાં કેટલાક બાળકોના વાલીઓ દ્વારા આ યોજનામાં ફોર્મ ભર્યું હતું ત્યારે દાહોદ શહેરમાં આવેલ જમાલી ઇંગ્લીશ મીડીયમ સ્કુલમાં એડમિશન મળ્યું હતું પરંતુ જ્યારે બાળકોના વાલીઓ એડમિશન લેવા માટે જમાલી સ્કૂલમાં જતા ત્યાંના પ્રિન્સિપાલ દ્વારા કોઈ પ્રકારનો સંતોષકારક જવાબ ન આપતા હોવાના આક્ષેપો સાથે બાળકોના વાલીઓ દાહોદ જિલ્લા શિક્ષણ અધિકારી પાસે પહોંચ્યા હતા અને ત્યાં જઈ આ સમસ્યા માટેના નિરાકરણ માટે રજૂઆત કરવામાં આવી હતી ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે વાલીઓને પણ સરકારી કામકાજ છે માટે સમય લાગશે તેવો જવાબ મળ્યો હોવાનું વાલીઓ દ્વારા જણાવાયું છે ત્યારે શાળામાં એડમિશન ન મળતા આવા વાલીઓ પોતાના બાળકના ભવિષ્ય માટે ચિંતિત બન્યા છે.