દાહોદ, દાહોદ શહેરની સરકારી ઈજનેરી કોલેજમાં યોજેલી લોકસભા અંતર્ગત ચુંટણીની તાલીમમાં દાહોદની શાળાના મુખ્ય શિક્ષકે મહિલા નાયબ મામલતદાર સાથે ગેરશિસ્ત કર્યાની ગંભીર નોંધ લેવાઈ હતી. દાહોદ પ્રાંતે આ મામલે તાલુકા પ્રા.શિક્ષણાધિકારીને ખાતાકિય તપાસ ચાલુ કરવા સાથે શિક્ષાત્મક કાર્યવાહીના લેખિત આદેશ કર્યા છે.
દાહોદ સરકારી ઈજનેરી કોલેજમાં 27મી ફેબ્રુઆરીએ લોકસભાની ચુંટણી સંદર્ભે તાલીમ રાખવામાં આવી હતી. આ તાલીમમાં ગયેલા દાહોદના ગોવિંદનગરની એમ એન્ડ પી કુમાર શાળાના મુખ્ય શિક્ષક ગિરીશ પટેલ સ્થળ પર ગેરશિસ્ત કરી હતી. આ મામલે. દાહોદના પ્રાંત અધિકારી એન.બી.રાજપુતે દાહોદનના તા.પ્રા.શિક્ષણાધિકારી જે.ડી.અમૃતિયાને પાઠવેલા પત્રમાં જણાવાયુ છે કે, મહિલા નાયબ મામલતદાર સાથે ગેરશિસ્ત કરવા મુખ્ય શિક્ષક ગિરીશ પટેલને વારંવાર ટકોર કરવા છતાં મહિલા નાયબ મામલતદાર સમક્ષ ઉદ્ધઈભર્યુ એક સરકારી કર્મચારીને ન છાજે તેવુ વર્તન કર્યુ હતુ. જે ખુબ જ ગંભીર બાબત છે. જેથી તેઓ સામે સેવા શિસ્ત અપીલના નિયમો 1971 હેઠળ શિસ્ત ભંગ બદલ શિક્ષાત્મક કાર્યવાહી કરવાની થાય છે. જે શિક્ષાત્મક કાર્યવાહી કરવી અને કાર્યવાહીનો અહેવાલ પાઠવવો. જો તેમ કરવામાં ચુક કરશો તો તા.પ્રા.શિક્ષણાધિકારી વિરુદ્ધ પણ કાર્યવાહીની ફરજ પડશે.નકલ કલેકટરને પણ મોકલી હતી.