દાહોદ, દાહોદ જીલ્લામાં આગામી તા.12 થી 14 મી જુન દરમ્યાન શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ થઇ રહ્યો છે. જે બાળકોના પ્રાથમિક શિક્ષણનો પાયો મજબુત બનશે સાથો સાથ ઉજ્જવળ ભવિષ્યની કારકિર્દી ઘડાશે.
દાહોદ જીલ્લામાં દાહોદ તાલુકામાં 4727 કુમાર અને 4261 કન્યા મળી કુલ 8988 બાળકોને શાળા પ્રવેશોત્સવ અપાશે જ્યારે દેવગઢ બારીયા તાલુકામાં 651 કુમાર અને 566 કન્યા મળી કુલ 1217 ભુલકાંઓને પ્રવેશોત્સવ કરવામા આવશે. ધાનપુર તાલુકામાં 606 કુમાર અને 571 કન્યા મળી કુલ 1177, ફતેપુરા તાલુકામાં 675 કુમાર અને 586 કન્યા મળી કુલ 1261 , ગરબાડા તાલુકામાં 2906 કુમાર અને 2540 કન્યા મળી મળી કુલ 5446, લીમખેડા તાલુકામાં 572 કુમાર અને 476 ક્ધયામળી કુલ 1048, સંજેલી તાલુકામાં 235 કુમાર અને 198 કન્યા મળી કુલ 433, સીંગવડ તાલુકામાં 325 કુમાર અને 295 કન્યા મળી કુલ 620 અને ઝાલોદ તાલુકામાં 1301 કુમાર અને 1060 કન્યા મ ળી કુલ 2361 આમ કુલ જીલ્લાના 11998 કુમાર અને 10553 કન્યા ઓ મળી કુલ 22551 ધો. 1 માં પ્રવેશ કરનાર બાળકોનનું નામાકંન કરવામાં આવશે.