દર્દી નામે મયુરભાઈ કે.બારીયા (13વર્ષ) ઝાલોદ રહેવાસી તારીખ 07/08/2024 નારોજ ઝાયડસ હોસ્પિટલ દાહોદ ખાતે બતાવવા આવેલ. દર્દીને બંને કાનમાં પાક થયેલો જે મગજ સુધી ફેલાઈ ગયેલો. જેથી દર્દી બેહોશીની હાલતમાં હતું. આ માટે તેને ENT વિભાગ તથા મગજના ડોક્ટરને બતાવી દાખલ કરવામાં આવેલ. દર્દીની હાલત નાજુક હોવાને લીધે તાત્કાલિક ડોક્ટર હરિશંકર શર્મા તથા ડોક્ટર ધીરેન હાડા દ્વારા ઓપરેશન કરવામાં આવેલ. જે લગભગ છ (6) કલાક સુધી ચાલેલું અને સફળતાપૂર્વક પૂર્ણ થયેલ. બે (2) દિવસ પછી દર્દી તંદુરસ્ત છે. આવું ઓપરેશન સમગ્ર ઝાયડસ હોસ્પિટલ દાહોદમાં પ્રથમ વાર થયેલ છે. તેનો સંપૂર્ણ શ્રેય ડોક્ટર હરિશંકર શર્મા અને ડોક્ટર ધીરેન હાડા તથા સમગ્ર કાન, નાક, ગળા (ENT) તથા ન્યુરોસર્જરી વિભાગને જાય છે.