દાહોદની યુવતિએ નામાંકિત શાળાના મહિલા આચાર્યની સહી તથા શાળાના સિકકાનો દુરઉપયોગ કરી લોકસભા ચુંંટણી પ્રક્રિયાની કામગીરીમાં ઉપયોગ કરતાં ફરિયાદ

દાહોદની એક યુવતીએ શહેરની એક નામાંકિત શાળાના મહિલા આચાર્યાની સહી તથા શાળાના સિક્કાનો દુરૂપયોગ કરી વર્ષ 2024 માં થયેલી લોકસભાની સામાન્ય ચૂંટણીમાં શાળાના મહિલા આચાર્યાની ઇરાદાપૂર્વક બાદબાકી કરી તેઓને ચૂંટણીલક્ષી કામગીરીમાં કોઈ ઓર્ડર કરવામાં આવેલ નથી અને આ પહેલા પણ દરેક ચૂંટણીલક્ષી કામગીરીમાં તેઓને રાહત આપવામાં આવેલ હોવાના મતલબનું લખાણ લખેલ ખોટો પત્ર દાહોદની મુખ્ય પોસ્ટ ઓફિસમાંથી ટપાલ મારફતે દાહોદ જીલ્લા કલેકટર, મામલતદાર તેમજ પ્રાંત અધિકારીને મોકલી આપી શાળાની પ્રતિષ્ઠાને હાનિ હોંચાડવાની ચેષ્ટા કર્યાનું સત્તાવાર જાણવા મળ્યું છે.

પ્રાપ્ત વિગત અનુસાર દાહોદ રળીયાતી રોડ નવકાર નગરમાં રહેતી ટીનાબેન જૈન નામની યુવતીએ તારીખ 28-3-2024ના રોજ સવારના 11:17 વાગે મરૂન કલરની જીજે -20-જ-1655 નંબરની એકટીવા મોપેડ પર આવી દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત નવજીવન ગર્લ્સ સ્કુલના આચાર્યા રાગીનીબેન પટેલની શાળાના સિક્કા તથા તેમની સહીનો દૂરૂપયોગ કરી તાજેતરમાં યોજાયેલી વર્ષ 2024 ની લોકસભાની સામાન્ય ચૂંટણીમાં દાહોદના નવજીવન ગર્લ્સ સ્કુલના મહિલા આચાર્યા રાગીનીબેન પટેલની ઈરાદાપૂર્વક બાદબાકી કરેલ છે. અને તેઓને ચૂંટણી લક્ષી કોઈપણ કામગીરી માટેનો કોઈ પણ ઓર્ડર કરવામાં આવેલ નથી. આ પહેલા પણ દરેક ચૂંટણીલક્ષી કામગીરીમાંથી તેઓને રાહત આપવામાં આવેલ હોવાના મતલબના લખાણવાળો ખોટો પત્ર દાહોદની મુખ્ય પોસ્ટ ઓફિસમાંથી ટપાલ મારફતે દાહોદ જીલ્લા કલેકટરને મોકલી આપી સાથે સાથે દાહોદ મામલતદાર તેમજ દાહોદ પ્રાંતઅધિકારીને તેઓની કચેરીના સરનામે રવાના કરી રાગીનીબેન પટેલની શાળાની પ્રતિષ્ઠાને હાની પહોંચાડવાની ચેષ્ટા કરી હતી.

આ સંબંધે દાહોદ ચાકલિયા રોડ અમૃત આદિવાસી સોસાયટીમાં સોસાયટીમાં રહેતા અને દાહોદ નવજીવન ગર્લ્સ સ્કુલમાં નોકરી કરતા 45 વર્ષીય મીનલબેન ઇન્દ્રવદન કોન્ટ્રાક્ટરેદાહોદ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ સંદર્ભે દાહોદ રળીયાતી રોડ નવકાર નગરમાં રહેતા ટીનાબેન જૈન સામે ઇપીકો કલમ 465,469 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.