દાહોદ(ક)ની સર્વે નં.470વાળી જમીન ધારણકર્તા બિનખેડુત જાહેર થતાં જમીન શ્રીસરકાર કરવાનો મામલતદાર કૃષિપંચ દાહોદએ હુકમ કર્યા

ગોધરા,પંચમહાલ જીલ્લા માંથી બિનખેડુત માંથી બોગસ ખેડુત બની તેના આધારે દાહોદ(ક)માં રે.સ.નં.470વાળી ખેતીની જમીન ધારણ કરેલ હોય બિનખેડુત તરીકે ખેતીની જમીન ખરીદવા અને ધારણ કરવાના મામલે દાહોદ મામલતદાર અને કૃષિપંચની કોર્ટમાં ગણોતધાર કલમ 63,64 તથા અન્ય કલમ કેશ ચાલતો હોય જેમાં કૃષિપંચ અને મામલતદાર દાહોદ અબ્દુલ રહિમ અબ્દુલ સત્તાર ફોદા બિનખેડુત હોવા છતાં ખેતીની જમીનમાં વેચાણના આધારે ખેડુતો દરજજા મેળવેલ હોય તેઓ ખેડુત હોવાના પુરાવા રજુ નહિ કરતા સ્વતંત્ર સંયુકત માલિકીની જમીનો સરકાર હસ્તક કરવાનો હુકમ કરતાં દાહોદ જીલ્લામાં બોગસ બની બેઠેલા ખેડુતોમાં ફફડાટ જોવા મળ્યો છે.

પંચમહાલ ગોધરામાં રહેતા અબ્દુલ રહિમ અબ્દુલ સત્તાર ફોદા બિનખેડુત માંથી બોગસ ખેડુત બનીને દાહોદ(ક)માં ખાતા નં.104ના રેે.સ.નં.470 વાળી ખેતીની જમીન ધારણ કરેલ હોય તે અંગે મામલતદાર અને કૃષિપંચ દાહોદમાં અરજીથી ખેડુત છે. કેમ તે બાબતે ગણોતધારાની કલમ 63,64 તથા અન્ય કલમ હેઠળ કૃષિપંચ મામલતદાર દાહોદ કોર્ટમાં કેશ ચાલતા હોય આ ખેડુત તરીકેના પુરાવા માટે અબ્દુલ રહિમ અબ્દુલ સત્તાર ફોદા, મોહસીન અબ્દુલ રજા ધંતીયા, અબ્દુલ રજાક અબ્દુલ રહિમ ધંતીયાને હાજર રહેવા માટે 20/02/2023 અને 09/03/2023ની નોટીસ દ્વારા હાજર રહેવા મુદ્દત આપેલ હતી. તેમ છતાં મુદ્દતમાં હાજર ન રહેતા આવતી મુદ્દત 03/04/2023ની હતી. જેમાં હાજર રહ્યા ન હતા. અબ્દુલ રહિમ અબ્દુલ સત્તાર ફોદા દાહોદમાં ખેતીની જમીન ખરીદતા અગાઉ ખેડુત હોવાના પુરાવા રજુ કરેલ નથી. અબ્દુલ રહિમ અબ્દુલ સત્તાર ફોદા મોજે. પોપટપુરા, તા.ગોધરાની રે.સ.નં. 60/46 વાળી જમીનમાં વેચાણ નોંધ નં.1212 થી દાખલ થયેલ હતા. આ નોંધથી ખેડુત ખાતેદાર બનેલા હોવાનું જણાઈ આવ્યું હતું. દાહોદ(ક)ના ખાતા નં.104ના રે.સ.નં.470વાળી જમીનમાં નોંધ નં.29312 થી અબ્દુલ રહિમ અબ્દુલ સત્તાર ફોદા વેચાણ રાખેલ જમીનની નોંધ હતી. પરંતુ સદર જમીન વેચાણ રાખનાર મૂળથી ખેડુત ખાતેદાર હોવાના પુરાવા રજુ કરેલ ન હોવાથી તત્કાલીન મામલતદાર એ નોંંધ નામંજુર કરી હતી. આ બિનખેડુત કેસમાં કૃષિપંચ મામલતદાર દાહોદ દ્વારા અબ્દુલ રહિમ અબ્દુલ સત્તાર ફોદા બિનખેડુત હોવા છતાં વેચાણના આધારે ખેડુતનો દરજજો મેળવેલ છે. વેચાણ થી જમીન મેળવનાર બિનખેડુત હોય અને ખેતી સાથે સંકળાયેલ હોવાના પુરાવા રજુ થયા ન હોય ત્યારે ગણોતધારા જોગવાઈ વિરૂદ્ધ કૃત્ય હોય જેથી અબ્દુલ રહિમ અબ્દુલ સત્તાર ફોદા સહિતની વ્યકિતઓએ ધારણ કરેલ સ્વતંત્ર/સંયુકત માલિકીની જમીનો મુુંબઈ ગણોત વહીવટ અને ખેતી જમીન અધિનિયમ 1948 થી કલમ 63નો ભંગ થતો હોય ગણોતધારાની કલમ 84(સી) હેઠળ સરકાર હસ્તક દાખલ કરવાનો હુકમ કરવામાં આવ્યો.