દાહોદ,સરકારી ઇજનેરી કોલેજ, દાહોદના નેશનલ સર્વિસ સ્કીમ (એન.એસ.એસ) યુનિટ દ્વારા રેડક્રોસ સોસાયટી, અમદાવાદના સહયોગથી ગત તા. 12 એપ્રીલના રોજ “થેલેસેમિયા સ્ક્રીનીંગ અને હેલ્થ અવેરનેસ કેમ્પ” યોજવામાં આવ્યો હતો. જેમાં કુલ 123 સેમ્પલ કલેક્ટ કરવામાં આવ્યા હતા. આ કેમ્પનું આયોજન કોર્ડીનેટર ડો. મનોજકુમાર સિંઘ તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. યુવાનોએ આ કેમ્પમાં ઉત્સાહપૂર્વક ભાગ લઇને થેલેસેમીયા વિશે માહીતગાર થયા હતા અને હેલ્થ ચેકઅપ કરાવ્યું હતું.