દાહોદની સગીરાને ડી.જે. બતાવવાનું કહી રીક્ષા ચાલકે દુષ્કર્મ આચરતાં ફરિયાદ

દાહોદ શહેરમાં એક 17 વર્ષીય સગીરાને ડીજે બતાવવા લઈ જવાનું બહાનું કરી સગીરાને પોતાની સાથે લઈ જઈ રીક્ષા ચાલકે સગીરા ઉપર બળજબરીપૂર્વક દુષ્કર્મ કર્યાનું પંથકમાં ચકચાર સાથે ખળભળાટ મચી જવા પામ્યો છે.

દાહોદ તાલુકામાં રહેતી એક 17 વર્ષીય સગીરા વરઘોડામાં વાગતા ડીજે જોવા પોતાના ઘર નીચે આવી હતી. ત્યારે દાહોદ શહેરના ઉકરડી રોડ પર રહેતો રજાક નામક રીક્ષા ચાલકે 17 વર્ષે ની સગીરાને જણાવ્યું હતું કે ચાલ તને બીજી જગ્યાએ ડીજે બતાવવા લઈ જાઉં, તેમ કહી સગીરાને પોતાની રિક્ષામાં બેસાડી દાહોદના દેલસર ગામની સુમસામ જગ્યાએ લઈ ગયો હતો અને જ્યાં સગીરાની મરજી વિરૂદ્ધ રીક્ષા ચાલક રજાકે સગીરા પર બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યુ હતું. જ્યારે રડતા રડતા પોતાના ઘરે આવી પરિવારજનોને પોતાની ઉપર વીતેલ આપવિતી જણાવતા પરિવારજનોના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. ત્યારે આ સંબંધે દુષ્કર્મનો ભોગ બનેલ સગીરાના વાલી વારસ દ્વારા દાહોદ ડિવિઝન પોલીસ મથકે પહોંચી આ સંબંધે ઉપરોક્ત રીક્ષા ચાલક વિરૂધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.