દાહોદ,દાહોદ શહેરમાં રહેતી એક 26 વર્ષીય પરણિતાને તેના પતિ તથા સાસરીયાઓ દ્વારા દહેજની માંગણી કરી પરણિતાને શારિરીક અને માનસીક ત્રાસ આપતાં આ સંબંધે પરણિતાએ દાહોદ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવી હોવાનું જાણવા મળે છે.
દાહોદ શહેરના ગોદી રોડ ખાતે રહેતાં 26 વર્ષીય રાગીનીબેન ઉર્ફે રાધાબેન ઘનશ્યામદાસ બાલવાણીના લગ્ન દાહોદ શહેરના ગોવિદનગર વિસ્તારમાં રહેતાં મયુરભાઈ કિરણભાઈ પટેલ ગત તા.24.01.2022ના રોજ સમાજના રીતી રિવાજ મુજબ થયાં હતાં. લગ્નના થોડા સમય સુધી પરણિતાને પતિ મયુરભાઈ તેમજ સાસરી પક્ષના રાગીનીબેન કિરણભાઈ પટેલ, રેણુકાબેન નરેશકુમાર પટેલ (રહે. પશુપતિનાથ નગર, ગોદીરોડ, દાહોદ) અને માધુરીબેન કિરણભાઈ નાઓએ દહેજની માંગણી પરણિતા રાગીબીને ઉર્ફે રાધાબેનને અવાર નવાર મેણા ટોળા મારી, તારા પિતાએ લગ્ન સમયે દહેજમાં કંઈ આપ્યું નથી. જેથી તું તારા પિતાના ઘરેથી રોકડા રૂપીયા તથા સોનાના ઘરેણા લઈ આવ તેમજ કહી તેમજ નાની નાની બાબતે કોઈપણ કારણ વગર ઝઘડો તકરાર કરી પરણિતા રાગીનીબેન ઉર્ફે રાધાબેનને ઘરમાંથી નીકળી જા, તેમ કહી શારિરીક અને માનસીક ત્રાસ આપી મારઝુડ કરી તેમજ અન્ય પુરૂષો સાથે આડા સંબંધોના ખોટા શક, વહેમ પરણિતા રાગીનીબેન ઉર્ફે રાધાબેનને પહેરેલ કપડે ઘરમાંથી કાઢી મુકતાં પરણિતા રાગીનીબેન ઉર્ફે રાધાબેન પોતાના પિયરમાં આવી પહોંચી હતી.
આ સંબંધે રાગીનીબેન ઉર્ફે રાધાબેન ઘનશ્યામદાસ બાલવાણીએ દાહોદ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.