દાહોદ,દાહોદમાં સ્માર્ટ રોડ અપગ્રેટેશન અંતર્ગત ડિમોલીશન પ્રકિયામાં નગીના મસ્જિદ ડિમોલિસ કરવામાં આવતા વિવાદ ઊભો થવા પામ્યો હતો જેમાં વકફ બોર્ડ દ્રારા કરાયેલી રીટ પિટિશનમાં તારીખ 29 મી ઓગસ્ટના રોજ ગુજરાત હાઇકોર્ટે ચુકાદો અનામત રાખી વધુ સુનાવણી માટે તારીખ 03.11.2023 સુનાવણી અંગેની તારીખ આપતા શહેરમાં પુન: એક વાર તરેહ તરેહની ચર્ચાઓએ જન્મ લીધો છે.
સ્માર્ટ સિટી દાહોદમાં માર્ગ અપગ્રેડેશન અને અન્ય પ્રોજેકટને લઈને ડીમોલિશનની કામગીરીમાં અનેક દૂકાનો, મિલકતો અને ધાર્મિક સ્થળો જમીન દોસ્ત થવા પામ્યા છે.આ ડીમોલિશન કામગીરી દરમિયાન ભગિની સમાજ સામે આવેલી નગીના મસ્જિદ રાત્રીના સમયે તોડી પડાઇ હોવાના આક્ષેપો સાથે વક્ફ બોર્ડ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં રીટ પિટિશન કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટમાં થયેલી રીટ પીટીશન મુદ્દે શહેરમાં તથા વહીવટી ક્ષેત્રે તેમજ રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચી જવા પામ્યો હતો.તો સામાન્ય પ્રજાજનોએ બંધ બેસતી વાતો ચર્ચા સ્વરૂપે ચોરે અને ચોંટે શરૂ કરી હતી.જોકે ગુજરાત હાઇકોર્ટે કોઈ ટિપ્પણી કરવાનાં બદલે વધુ સુનાવણી માટે 08.06.2023ની તારીખ આપવામાં આવી હતી. ત્યારબાદ ફરીથી 10.7.2023 તારીખ સુનાવણી માટે આપી હોવાથી તે તારીખે પણ આ કેસ બોર્ડ પર ન આવતાં કોર્ટે આ અંગે વધુ સુનાવણી માટે તારીખ 29.08.2023 એટલે કે 50 દિવસ પછી સુનાવણી રાખવાનું ઠરાવ્યું પરંતુ. હાઈકોર્ટના અંતરંગ વર્તુળો દ્વારા જાણવા મળ્યા મુજબ સરકારી પક્ષ અથવા તો ફરિયાદી પક્ષ દ્રારા કરવામાં આવતા સોગંદનામાં રજુ ન કરાયા હોય તે માટે પણ મુદ્દતોનો દોર ચાલે છે તેમ જાણવા મળેલ હતું. જોકે કોર્ટેમાં આ કેસ બોર્ડ પર ન આવતા આગામી 03.11.2023 66 દિવસની મુદ્દત અપાતા અને ત્યાર બાદ હાઇકોર્ટમાં વધુ કાર્યવાહી હાથ ધરવાનુ ઠરાવાતા વધુ એક મુદ્દત અંગે શહેરમાં પુન: એક વખત તરેહ તરેહની ચર્ચાઓએ જન્મ લીધો છે. ત્યારે આ મુદ્દો હવે આગામી તારીખની રાહ જોઈ રહ્યો છે.જેમાં કોર્ટનું વલણ શું રહેશે તેના ઉપર સૌ કોઈ મીટ માંડીને બેઠા છે.