દાહોદની પરિણિતાને સાસરિયા અને પતિએ માનસીક ત્રાસ આપતા ફરિયાદ

દાહોદ,

દાહોદ શહેરમાં રહેતી એક 21 વર્ષીય પરણિતાને તેના પતિ તથા સાસરીયાઓ દ્વારા શારિરીક અને માનસીક ત્રાસ આપતાં ત્રાસથી વાજ આવેલ પરણિતાએ પોતાના પતિ તથા સાસરીયાઓ વિરૂધ્ધ દાહોદ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હોવાનું જાણવા મળે છે.

દાહોદ શહેરમાં હાલ પોતાના પિયરમાં રહેતી અને દાહોદ શહેરના ગોધરા રોડ સાંસીવાડ વિસ્તારમાં લગ્ન કરેલ શિવાનીબેન દિપકભાઈ સાંસીના લગ્ન તારીખ દાહોદ શહેરના ગોધરા રોડ સાંસીવાડ વિસ્તાર ખાતે રહેતાં રિક્કીભાઈ નાનુભાઈ સાંસી સાથે તા.07.12.2020ના રોજ સમાજના રિતી રિવાજ મુજબ થયાં હતાં. લગ્નના થોડા સમય સુધી પતિ રિક્કીભાઈ તથા સાસરી પક્ષના કરીનાબેન નાનુભાઈ સાંસી, મીનાબેન નાનુભાઈ સાંસી (રહે.પરેલ ખડ્ડા કોલોની, દાહોદ) વંદનાબેન ઉર્ફે નંદાબેન રવીભાઈ ધપાનીયા (રહે.પરેલ, ખડ્ડા કોલોની, દાહોદ) અને રવિનાબેન ગોપાલભાઈ ધપાનીયા નાઓએ પરણિતા શિવાનીબેન પર પોત પ્રકાશ્યું હતું અને શિવાનીબેનને અવાર નવાર મેણા ટોણા મારી અમારે તને રાખવી નથી, તું તારા બાપાના ઘરે જતી રહે, તને છુટાછેડા આપી દેવાના છે, તેમ કહી શારિરીક અને માનસીક ત્રાસ આપી, મારી નાંખવાની ધમકી આપતાં આવા અમાનુષી ત્રાસથી વાજ આવેલ પરણિતા શિવાનીબેને પોતાના પતિ તથા સાસરીયાઓ વિરૂધ્ધ દાહોદ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.