દાહોદ, નવજીવન સાયન્સ કોલેજ, દાહોદ એન.એસ.એસ. એકમ 1 અને 2 ની સપ્ત દિવસીય ’સ્વચ્છતા – જનજાગૃતિ ગ્રામ શિબિર’ નો ઉદ્ઘાટન સમારોહ ડો.આંબેડકર આશ્રમ શાળા, ઉકરડી ખાતે યોજાયો.
દાહોદ, તા.25/02/2024 સોમવાર ના રોજ દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત નવજીવન સાયન્સ કોલેજ,દાહોદ ના એન.એસ.એસ. એકમ 1 અને 2 ની સપ્ત દિવસીય ‘સ્વચ્છતા – જનજાગૃતિ ગ્રામ શિબિર’ નું આયોજન ડો.આંબેડકર આશ્રમ શાળા, ઉકરડી ખાતે કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમનો ઉદ્ઘાટન સમારોહમાં સમારોહના અધ્યક્ષ અને ઉદ્ઘાટકશ્રી તરીકે શ્રી. ધમુભાઈ પંચાલ, જીલ્લા કો.ઓર્ડીનેટર, દાહોદ( અંગદાન જાગૃતિ અભિયાન), પ્રેરક ઉપસ્થિત એવા ડો.આંબેડકર આશ્રમ શાળા, ઉકરડી ના આચાર્ય શ્રી.રામસિંગભાઇ સોલંકી, નવજીવન સાયન્સ કોલેજ ના કાર્યકારી આચાર્ય ડો.જી.જે.ખરાદી, કોલેજના સ્ટાફ સભ્યો, આશ્રમ શાળાના સ્ટાફ સભ્યો, આશ્રમ શાળાના બાળકો અને એન.એસ.એસ. ના સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અધ્યક્ષ દ્ધારા સ્વયંસેવકો ને રાષ્ટ્ર માટેના ઉમદા કાર્યો, સમાજ સેવા અને યુવા વિદ્યાર્થીઓનું રાષ્ટ્ર માટે યોગદાન ની માહિતી આપી સ્વયંસેવકોને પ્રોત્સાહન પુરું પાડવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું આયોજન એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર ડો.શ્રેયસ પટેલ અને પ્રોગ્રામ ઓફિસર શ્રી.નીલ પટેલ ના માર્ગદર્શન હેઠળ સ્વયંસેવકો દ્ધારા કરવામાં આવ્યું હતું.