દાહોદ નવજીવન સાયન્સ કોલેજ દ્વારા વિદ્યાર્થીનીઓ માટે રૂબેલા વેકસીન કાર્યક્રમ યોજયો

દાહોદ, દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત નવજીવન સાયન્સ કોલેજનાં COLLEGIATE WOMENS DEVELOPMENT COMMITTEE (CWDC) તથા IQACના માધ્યમ દ્વારા તા.08/02/2024ના રોજ ભગિની સમાજ દ્વારા વિદ્યાર્થિનીઓ માટે રૂબેલા વેક્સિનેશનના કાર્યક્ર્મનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોલેજની 30 જેટલી વિધાર્થીનીઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્ર્મનું આયોજન કોલેજનાં કાર્યકારી આચાર્ય ડો.ગૌરાંગ જે. ખરાદી તથા CWDC કોઓર્ડિનેટર પ્રોફેસર નિકહત એ.વોહરા હેઠળ શીખા મોઢિયા, સુનંદા ખપેડ અને ભૂમિ ટીલવાણી દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.