
દાહોદ, દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત નવજીવન સાયન્સ કોલેજના COLLEGIATE WOMENS DEVELOPMENT COMMITTEE (CWDC) દ્વારા તા.04/01/2024 ના રોજ વિધાર્થિનીઓ માટે “આધુનિક નારી 2024 પ્રાચીન થી અર્વાચીન મનોમંથન” વિશે હિતેન્દ્ર રણા દ્વારા વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્ર્મમાં કોલેજની 150 જેટલી વિધાર્થીનીઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્ર્મનું આયોજન કોલેજનાં કાર્યકારી આચાર્ય ડો.ગૌરાંગ.જે.ખરાદી તથા CWDC કોઓર્ડિનેટર પ્રોફેસર નિકહત એ.વોહરા હેઠળ શીખા મોઢિયા, સુનંદા ખપેડ અને ભૂમિ ટીલવાણી દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.