દાહોદ, રાજ્ય સરકાર દ્વારા છેવાડેનાં ગામડાઓ સુધી પાણી પહોંચે અને પાણીની અગવડ ન પડે તે માટે નલ સે જલ યોજના શરૂ કરવામાં આવી હતી. પરંતુ સંજેલી તાલુકાના મોટા કાળીયા ગામે કઈક વિપરીત જ પરિસ્થિતિ જોવા મળી છે. મોટાકાળીયા ગામે તંત્ર દ્વારા ૨ વર્ષ પહેલા દરેક ઘરોમાં નળ તો લગાવી દેવામાં આવ્યા પરંતુ નળમાં પાણી ન આવતા સ્થાનિક મહિલાઓ આજે પણ કુવામાંથી પાણી ભરવા માટે મજબૂર બની છે.
રાજ્ય સરકાર દ્વારા સામાન્ય ગરીબ વર્ગના લોકો માટે અનેકો યોજનાઓ બહાર પાડે છે. પરંતુ યોજનાઓનું અમલીકરણ કેટલું થાય છે તે પણ એક કોયડા સમાન છે. તેવી જ કંઈક પરિસ્થિતિ સંજેલી તાલુકા મોટા કાળીયા ગામે જોવા મળી હતી. હર ઘર નલ અને નલ સે જલ યોજના થકી દરેક ઘરે પાણી પહોંચી શકે અને લોકોને શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે સરકાર દ્વારા નલ સે જળ યોજના થકી ગરીબ અને છેવાડા ના લોકો સુધી પાણી મળી રહેશે તે માટે યોજના ઘડવા મા આવી હતી. પરંતુ મોટાકાળીયા ગામે સ્થાનિક તંત્ર દ્વારા ૨ વર્ષ પહેલાં દરેક ઘરોએ નળ તો લગાવી દેવાયા પરંતુ પાણીના નામે ભુ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે અને હજુ સુધી નળમાં ૧ ટીપું પાણી પણ આવ્યું નથી. જેને પગલે મહિલાઓ હજુ પણ કુવામાંથી પાણી ખેંચવા મજબુર બની છે.
ગામના સરપંચ, સ્થાનિક ધારાસભ્ય અને વહીવટી તંત્રને અનેકો વખત રજૂઆતો કરી છે. છતાં કોઈ નિરાકરણ નહિ આવતા નલ સે જલ યોજના માત્ર કાગળ પર જ હોઈ તેવું સાબિત થઈ રહ્યું છે. ત્યારે ગામ લોકો એ બાયો ચડાવી છે અને સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે કોન્ટ્રાક્ટર અને જવાબદાર તંત્ર સામે કાયદેસર ની કાર્યવાહી કરવા મા આવે અને તેમની પાસે કરવા મા આવેલી કામગીરી ના ચુકવેલ નાણાં રિકવરી કરવા મા આવે અથવા તો કામગીરી પૂર્ણ કરી તમામ ઘરો સુધી પાણી પહોંચાડવા મા આવે તેવી માંગ સ્થાનિકો દ્વારા કરવા મા આવી રહી છે.