દાહોદ માં નકલી બિનખેતી હુકમો ના આધારે દાહોદ સીટી સર્વે કચેરીમાંથી બારોબાર પ્રોપર્ટીકાર્ડ જનરેટ કરાવી ને સરકારના કરોડો રૂપિયા ના પ્રીમિયમની ચોરીઓ કરવાંના બહાર આવેલા સ્ફોટક કૌભાંડમાં દાહોદ પોલીસ તંત્રની તપાસ ટીમો દ્ધારા બે સપ્તાહ પૂર્વે દાહોદ સીટી સર્વે કચેરીના શિરસ્તેદાર દિનેશ કે.પરમાર અને સર્વેયર રાહુલ ચાવડાની ભૂમાફિયાઓ ને પ્રોત્સાહિત કરતા વહીવટોની સંડોવણીઓ બદલ ધરપકડ કરવામાં આવી હતી આજ દાહોદ સીટી સર્વે કચેરીના સુપ્રીન્ટેન્ડેન્ટ ટી.પી.વલવાઈ એ દાહોદ બી.ડીવીઝન પોલીસ મથક માં દાહોદ તાલુકા પંચાયત કચેરીના નકલી બિનખેતીના હુકમો ના આધારે દાહોદ સીટીસર્વે કચેરી માંથી પ્રોપર્ટીકાર્ડમાં બિનખેતી નોંધ પ્રમાણિત કરાવીને સરકાર ના પ્રીમિયમની ચોરીઓ કરનારા બે મહિલાઓ સમેત આઠ આરોપી જમીન માલિકો સામે ફરિયાદ આપતા પોલીસ તંત્ર એ આ ૮ આરોપીઓ વિરુદ્ધ ઈ.પી.કો. ૪૦૬, ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૧૨૦ બી અને ૩૪ મુજબ ગુન્હો દાખલ કરાતા નકલી બિનખેતી હુકમોના પ્રકરણમાં વધુ એક અંધાર્યો ગરમાવો આવ્યો છે
એટલા માટે કે દાહોદ ના ભૂ માફિયા બિલ્ડર શૈશવ પરીખ આણી મંડળીએ નકલી બિનખેતીના હુકમોના આધારે દાહોદ સીટી સર્વે કચેરીમાંથી બારોબાર પ્રોપર્ટી કાર્ડ જનરેટ કરાવીને આ પ્રોપર્ટીકાર્ડના ભરોસે મિલ્કતો ખરીદ કરનારાઓ એક તરફ દાહોદ સીટી સર્વે કચેરીના વહીવટો ને દોષિત ઠેરવી રહ્યા છે અને કસૂરવાર સત્તાધીશો સામે કાયદેસર કાર્યવાહીઓ કરવાની માંગ કરી રહ્યાં છીએ ત્યારે દાહોદ ના નકલી બિનખેતી હુકમો ના આધારે પ્રોપર્ટી કાર્ડ માં બિનખેતી ફેરફાર નોંધ પ્રમાણિત કરાવાના ચોકાવનારા પ્રકરણમાં સૌ પ્રથમ વખત દાહોદ સીટી સર્વે કચેરી માં ૧૧ વર્ષોથી ફરજ બજાવતા સીટી સર્વે સુપ્રીન્ટેન્ડેન્ટ ટી.પી.વલવાઈ એ 8 આરોપી જમીન માલિકો સામે ફરિયાદ નોંધાવતા સમગ્ર પ્રકરણમાં અણધાર્યા આશ્ચર્ય નો ઉમેરો થવા પામ્યો છે..
દાહોદ ના ડી.વાય.એસ.પી જે.પી.ભંડારી એ ગઈકાલે નકલી બિનખેતી હુકમ પ્રકરણ માં વધુ ત્રણ જમીન દલાલો સમેત ૬ આરોપીઓને ઝડપી પાડીને મેળવેલા ૧૦ દિવસના પોલીસ રિમાન્ડ સાથે એક તરફ આ આરોપીઓની સઘન પૂછપરછો શરૂ કરી છે ત્યારે આજરોજ દાહોદ સીટી સર્વે કચેરીમાં ૧૧ વર્ષો થી ફરજો બજાવતા સીટી સર્વે સુપ્રીન્ટેન્ડેન્ટ ટી.પી.વલવાઈ દ્ધારા દાહોદ બી.ડીવીઝન પોલીસ મથકમાં દાહોદ તાલુકા પંચાયતના નકલી બિનખેતી હુકમોના આધારે પ્રોપર્ટી કાર્ડ જનરેટ કરાવવાના ૨૦૦૯ થી ૨૦૨૦ સુધીના સમયગાળા દરમિયાનના આ ચોકાવનારા પ્રકરણ સામે ૮ જમીન માલિકો સામે ફરિયાદ આપી હતી એમાં ૧૯ જેટલાં સંદીગ્ધ બિનખેતીના હુકમો સામે ચકાસણીઓ કરવામાં આવી રહી હોવાનનો ઉલ્લેખ કરાયો છે..
દાહોદ તાલુકા પંચાયત કચેરી ના નકલી બિનખેતી હુકમો રજૂ કરનારા આ છે ૮ આરોપી જમીન માલિકો..
(૧) દેલસર NA33/૧૧અ/પેર મે.તાલુકાવિકાસ અધિકારીશ દાહોદના હુ.નં. જા.નં./તા.પં./જમન/વશી/૧૯૬૭, તા. ૨૨/૦૯/૨૦૧૦ આબી દઅલી તૈયબઅલી જાંબુઘોડાવાલા
(2) વોર્ડ નં. ૦૧ રે.સ.નં. ૯૫૩/૧/૨ પૈકી, સી.સ.નં. ૫૭૮૯ પૈકી મે.તાલુકા વિકાસ અધિકારીશ દાહોદના હુકમજા.નં./તા. પં/મહેસુલ /વશી-૭૪૪/૧૧દાહોદ તા. ૧૪/૦૯/૨૦૧૦ બીનખેતી નજમુદ્દીન તોરાબઅલી વેપારી
(3 ) વોર્ડ નં. ૦૧ રે.સ.નં. ૯૫૩/૧/૨, સી.સ.નં. ૫૭૮૯/બ મે.તાલુકા વિકાસ અઘિકારી સાહેબ દાહોદના હુકમ નંબર/તા.પં. મહેસુલ /વશી-૭૬૦ દાહોદ તા. ૨૦/૦૯/૨૦૧૦ બીનખેતી રમિલાબેન ઉકારભાઇ ચુડાસમા
(૪) દાહોદ (ક) NA૩૮૭/૧૧પૈકી/૩/૫૪ મે. તાલુકા વિકાસ અધિકારી દાહોદ ના હુકમ જા.ન. /તા.પં.એન.એ./ વશી/૧૩૫ તા. ૦૭/૦૨/૨૦૧૧ બીનખેતી યુસુફીભાઈ સૈફુદીનભાઇ જીરૂવાલા
(5) વોર્ડ નં. ૦૨ રે.સ.નં. ૩૩૫, સી.સ.નં. ૮૧૦૫ ૧)મે. તાલુકા વિકાસ અધિકારી દાહોદ ના હુકમતા.પં. મહે સુલ/વશી/૧૫૮ થી ૧૬૮, દાહોદ તા. ૩૦/૦૩/૨૦૧૩, ૨) મે.તાલુકા વિકાસ અધિકારીશ્રીદાહોદ ના હુકમતા.પં. મહેસુ લ/વશી/૧૬૯ થી ૧૭૯, દાહોદ તા. ૩૦/૦૩/૨૦૧૩, ૩) મે.તાલુકા વિકાસ અધિકારી દાહોદ ના હુકમતા.પં. મહેસુલ /વશી/૧૮૦ થી ૧૯૦, દાહોદ તા. ૩૦/૦૩/૨૦૧૩ બીનખેતી મનહરલાલ ગોરધનદાસ નગરાલાવાલા
(૬ )દાહોદ(ક) NA૩૭૬/૧/૧/૫૬ તા.વિ.અ.દાહોદ ના હુકમ નં. તા.પં./એન.એ./વશી/૪૩૧ થી ૪૪૪, તા.૩૦ /०१/२०१७ બીનખેતી કુંજડા ફરીદાબેન મહેમુદભાઇ..
(૭ )દાહોદ(ક) NA૩૯ મે.તાલુકા વિકાસ અઘિકારી સાહેબ દાહોદ ના હુકમ તા.પં. મહેસુલ/વશી/૩૩૯ થી ૩૪૯ તા.૧૨/૦૫/૨૦૨૦ બીનખેતી ડામોર દિનેશભાઇ ભુરાભાઇ
(८ )વોર્ડ નં. ૦૨ રે.સ.નં. ૩૭૪ પૈકી, સી.સ.નં. ૮૧૩૯/ક મે.તાલુકા વિકાસ અઘિકારી દાહોદ ના હુકમતા .પં.મહેસુલ/બી.ખે./વશી/૧૫૮૩ દાહોદ તા. ૨૫/૧૧/૨૦૦૯ બીનખેતી ગનીભાઇ રસુલભાઈ ચાંદ
- નકલી બિન ખેતી ના હુકમો ના આધારે પ્રોપર્ટીકાર્ડ જનરેટ કરાવવાના ભૂ માફિયાઓ ના કારસ્તાનો સામે હવે..અહો આશ્ચર્યમ..!!
- દાહોદ સીટી સર્વે સુપ્રીન્ટેન્ડેન્ટ દ્ધારા દાહોદ તાલુકા પંચાયત કચેરી ના નકલી બિનખેતી ના હુકમોના આધારે બિનખેતી નોંધ પ્રમાણિત કરાવનારા ૮ જમીન માલિકો સામે ફરિયાદ આપી..
- વોન્ટેડ રામુ પંજાબી ના આગમનને જોઈ ને એક સમયે ખુશહાલ થઈ જનારા સીટી સર્વે કચેરીના વહીવટી તંત્ર માં હવે ભય નો સન્નાટો..