
દાહોદ, દાહોદ શહેરમાં બહુચર્ચિત નગીના મસ્જિદ પ્રકરણ હાલ નામદાર હોઇકોર્ટમાં પેન્ડિંગ છે. ત્યારે આજ નગીના મસ્જિદ થી અડીને આવેલી ખુલ્લી જમીનમાં વહીવટી તંત્ર દ્વારા બે દિવસ અગાઉ સ્માર્ટ રોડ અંતર્ગત રસ્તો પહોળો કરવાની શરૂ કરતા કેટલાક મુસ્લિમ સમાજના આગેવાનો સ્થળ પર આવી હાજર સંબંધિત વિભાગના અધિકારીઓને રસ્તો બનાવવાની કામગીરી અટકાવવા માટે રજુઆત કરી હતી અને જણાવ્યું હતુંકે, આ જમીન વક્ફ બોર્ડના નામે ચાલતી હોવાનું જણાવ્યું હતું. પરંતુ સંબંધિત તંત્ર દ્રારા કામગીરી ચાલુ રાખતા મુસ્લિમ સમાજના આગેવાનો જતા રહ્યા હતા અને બીજા દિવસે આ સમગ્ર મામલો ગુજરાતની નામદાર હાઇકોર્ટમાં પહોંચતા નામદાર હોઈકોર્ટે તારીખ 02/01/2024 સુધી યથાસ્તિથી જાળવી રાખવાનું જણાવતા હવે નગીના મસ્જિદની સાથે સાથે અડીને આવેલા સીટી સર્વે નંબર 975/એ રેવન્યુ સર્વે નંબર 745/એ જમીનમાં પણ હવે કોર્ટ મેટર બન્યું છે. જેના પગલે આગામી તારીખ સુધી યથાસ્તીથી જાળવી રાખવા કોર્ટ દ્વારા નક્કી કરવામાં આવતા હવે આ બન્ને સર્વે નંબરોમાં આગળના સમયમાં કેવા પ્રકારની કામગીરી થાય છે. જેને લઈને તરેહ તરેહની ચર્ચાઓએ જોર પકડ્યું છે. વકફ બોર્ડ દ્વારા આ મામલાને હાઇકોર્ટમાં લઈ જતા હવે આ જગ્યા પર જ્યાં સુધી કોર્ટ દ્વારા કોઈ ચોક્કસ નિર્ણય ન આવે ત્યાં સુધી સ્માર્ટ રોડની કામગીરીમાં અડચણ ઉભી થતા હવે આ જગ્યા ઉપર યથા્સ્તીથી બની રહેશે, તેમાં કોઈ બે મત નથી. ત્યારે આવનાર આપેલી તારીખ દરમિયાન હાઇકોર્ટ દ્વારા શું નિર્ણય કરવામાં આવશે, તેના ઉપર સૌ કોઈનું ધ્યાન કેન્દ્રિત થવા પામ્યું છે.