- ભાજપમાં જનારા એક મહિલા સહિત ત્રણ કાઉન્સિલરોની દશા બાવાના બેઉ બગડ્યા જેવી.
દાહોદ,
તા.23 દાહોદ નગરપાલિકાની વિરોધ પક્ષની બે મહિલા કાઉન્સિલરોએ પક્ષ પલટો કરી ભાજપની પાટલી પર બેસવાનો નન્નો ભણી દેતા દાહોદ નગરપાલિકાને કોંગ્રેસ મુક્ત બનાવવાના ભાજપાના સપના રોળાઈ ગયા છે. જ્યારે વિરોધ પક્ષમાંથી પાટલી બદલી ભાજપની પાટલી પર બેસી જનારા એક મહિલા સહિત ત્રણ કાઉન્સિલરોને આ સમાચાર લખાય છે. ત્યાં સુધી ભાજપે પોતાની શરત પૂરી ન થતા ભાજપમાં વિધિવત પ્રવેશ ન અપાતા તેઓનો બાવાના બેઉ બગડ્યા જેવો ઘાટ થયાની ચર્ચાઓ સમગ્ર દાહોદ શહેરમાં આજે ટોક ઓફ ધ ટાઉન બનવા પામી છે. શહેરમાં ખાતેના જવાબદાર પદાધિકારીએ વિરોધ પક્ષના પાંચે પાંચ કાઉન્સિલરો પાટલી બદલી ભાજપમાં આવે તો જ ભાજપમાં પ્રવેશ આપવામાં આવશે તેવી શરત મૂકવામાં આવી હતી. ભાજપની આ શરત પૂરી કરવા કોંગ્રેસમાંથી પાટલી બદલી ભાજપમાં પ્રવેશ મેળવવાની મનસા નસા ધરાવતા ત્રણ પૈકી એકે બાકીની બે મહિલા કાઉન્સિલરોને મનાવવાના પ્રયાસો હાથ ભર્યા હતા. પરંતુ તે બે મહિલા કાઉન્સિલરોએ કોંગ્રેસમાંથી પાટલી બદલી ભાજપની પાટલી પર બેસવા નન્નો ભણી દેતા કોંગ્રેસમાંથી પાટલી બદલી ભાજપમાં પ્રવેશી ચેરમેન પદુ મેળવવાની લાલસા રાખનારા ત્રણેય કાઉન્સિલરોને જોરશોરથી ચાલતી ચર્ચાઓ જવામાં આવ્યા હતા. જ્યાં કમલમ શરત મુજબ આ સમાચાર લખાવ મુજબ દાહોદ નગરપાલિકાના 36 કાઉન્સિલરો પૈકી 31 કાઉન્સિલરો ભાજપના છે અને પાંચ કાઉન્સિલરો કોંગ્રેસના છે. આવા સમયે ભાજપાના 31 કાઉન્સિલરો પૈકીના મોટા ગજાના એક કદાવર કાઉન્સિલરને દાહોદ નગરપાલિકા કોંગ્રેસ મુક્ત બનાવવાના અભરખા જાગ્યા હતા. અને કોંગ્રેસના કાઉન્સિલરો સાથે સંપર્કો વધારી પાટલી બદલવા માટે સમજાવવાના પ્રયાસ આદરવામાં આવ્યા હતા અને પાંચ કાઉન્સિલર પૈકી કોંગ્રેસના ત્રણ કાઉન્સિલરોને પાટલી બદલવા માટે મનાવી લેવામાં સફળ થયા હતા. તે ત્રણેને ચર્ચા કરવા માટે દાહોદ કમલમ ખાતે જવાબદાર પદાયિકારી પાસે લઈ છે. ત્યાં સુધી ભાજપમાં વિધીસર પ્રવેશ ન મળતા તે ત્રણેના બાવાના બેઉ બગડ્યા જેવો ઘટ થવા પામ્યો છે. જ્યારે પાલિકાના મોટા ગજાના કદાવર કાઉન્સિલરનું દાહોદ નગર પાલિકા કોંગ્રેસ મુક્ત કરવાનું સપનું રોળાઈ ગયુ હોવાનું ચાંદ રહ્યું છે. દાહોદજિલ્લા કોંગ્રેસના એક પદ અધિકારીને આ મામલે પૂછતા તેઓએ જણાવ્યું અમારા પાંચ કાઉન્સિલરો પૈકી ત્રણ કાઉન્સિલરો ભાજપમાં ગયા છે અને બે કાઉન્સિલરો તસ્લીમબેન અને ક્લાબેન હાલ કોંગ્રેસમાં જ છે અને કોંગ્રેસમાં રહેવાના છે. આ અમારા ત્રણ મિત્રો ગયા છે. તેમન સાથે અમારી વાટાઘાટો ચાલુ છે.