દાહોદ,તારીખ 01 એપ્રિલને સોમવારના રોજ ગુજરાતના સ્થાપના દિવસથી દાહોદ નગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ડિવાઈન વેસ્ટ મેનેજમેન્ટ એન્ડ સર્વિસીસ ઇન્દોર નામની સંસ્થા ને પ્રાથમિક તબક્કે છ મહિના માટે કામ સોંપવામાં આવતા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવશે.
દાહોદ જીલ્લાના મુખ્ય મથક દાહોદ શહેરમાં આજે સાંજના 07:00 કલાકથી સ્ટેશન રોડ ખાતે સ્વામી વિવેકાનંદ સર્કલ થી સ્વચ્છતાની પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી. જેમાં દાહોદ નગર પાલિકાના પ્રમુખ રીનાબેન પંચાલ, પક્ષના નેતા રાજેશ સહેતાઈ, કારોબારી ચેરમેન લખન રાજગોર તથા સુધરાઈ સમિતિના સભ્યોની હાજરીમાં સફાઈ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી અને સ્ટેશન રોડ વિસ્તારની દરેક દુકાનમાં જઈ સ્વચ્છતા અભિયાન અંતર્ગત પોતાની દુકાન અને આસપાસના વિસ્તારમાં કચરો ગમે ત્યાં ના નાખી ભીનો કચરો અને સૂકો કચરો બંને અલગ અલગ રાખવા સમજાવવામાં આવ્યું હતું અને આ એજન્સી દ્વારા સ્વચ્છતા અભિયાન સતત છ મહિના સુધી ચલાવવામાં આવશે જેથી દાહોદ નગર ને વધુ સ્વચ્છ બનાવી શકાય.