દાહોદ નગરપાલિકામાં પક્ષ પ્રમુખની ગાઇડલાઇન મુજબ ચૂંટણી લડવા થનગનતા મુરતીયાઓના સપના રોળાશે?

દાહોદ,
ગુજરાત બીજેપીના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે કડક સંદેશો આપતા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાઈ, ભત્રીજા,ભાણેજ,ત્રણ ટર્મ સુધી ચૂંટણી લડેલા તેમજ ૬૦ વર્ષ વટાવી ચૂકેલા આગેવાનોને ટિકિટ આપવાની સ્પષ્ટ ના પાડી દીધી છે. જોકે દાહોદ જિલ્લાની વાત કરીયે તો દાહોદ જિલ્લામાં સગા સબંધીઓને ટિકિટ ફાળવણીમાં વર્ષોથી ચાલતી આવી છે. જોકે આ વખતે ઉપલા લેવલેથી પ્રદેશ પ્રમુખની ગાઇડલાઇનથી દાહોદ બીજેપી મોવડી મંડળ દ્વિધામાં પડી ગયું છે.

દાહોદ નગરપાલિકાની વાત કરીયે તો વોર્ડ નં ૫ માં વિનોદ રાજગોર તેમજ વોર્ડ નં ૧ માં ગત ચૂંટણીમાં લખન રાજગોર બન્ને ભાઈઓએ ચૂંટણી લડી હતી. તેમજ બન્ને ભાઈઓ જીતી ગયા હતા. જોકે આ વખતે ગાઇડલાઇન અનુસાર તેમને ટિકિટ મળે છે.કે કેમ? તે હાલ કહેવું મુશ્કેલભર્યું છે.જયારે ત્રણ ટર્મની વાત કરીયે તો વોર્ડ નં ૩ માંથી કાઇદ ચૂનાવાલા ત્રણ ટર્મથી સુધરાઈ સભ્ય છે. ત્યારે વોર્ડ નં ૫ ની મહિલા સભ્ય પુષ્પાબેન ઠાકુર, વોર્ડ નં ૨ માંથી લતાબેન સોલંકી,વોર્ડ નં ૩ માં મહિલા સભ્ય રમીલાબેન ભુરીયા સહીતના સુધરાઈ સભ્ય છે. જોકે એમાં એક વખત ટિકિટ નં મળતા બગાવત કરી તેવા પણ સુઘરાઈ સભ્ય આ પક્ષમાં હાલચૂંટણી જીતવા થનગની રહ્યા છે પોતાનો સ્વાર્થ નીકલી જય બાદમાં પુન: પક્ષમાં આવી જાય છે.

૬૦ પ્લસની વાત કરીએ તો હાલ તો કોઈ સભ્ય ૬૦ પ્લસમાં નથી પરંતુ વોર્ડ નંબર ૨ની મહિલા સભ્ય લતાબેન સોલંકીના પતિ તેમજ નિવૃત્ત બેંક કર્મી હીરાલાલ સોલંકીએ બીજેપીમાં ટીકીટની માંગણી કરી છે. ત્યારે બીજેપી પક્ષ પ્રમુખની ગાઈડલાઈન મુજબ સુધરાઈ સભ્યોની ટિકિટ કપાશે?કે પછી તેઓને પુન:રિપીટ કરાશે તે મેન્ડેટ આવ્યા પછી જ બહાર આવશે જોકે આ બધા સંજોગોમાં પક્ષમાંથી પડતા મુકાયેલા ચૂંટણી લડવા માંગતા મુરતિયાઓ પક્ષ જોડે બગાવત કરી આ પક્ષમાં દાવેદારી નોંધાવશે કે કેમ? તે જોવું રહ્યું.