દાહોદ નગર અક્ષર એપાર્ટમેન્ટ અને વ્રજધામ સોસાયટીના બે મકાન માંથી 96 હજારની મત્તાની ચોરી

દાહોદ,દાહોદ શહેરમાં ગતરોજ અક્ષર એપાર્ટમેન્ટ તેમજ વ્રજધામ સોસાયટીઓમાં મકાનોમાં થયેલ ચોરીઓના બનાવમાં અંદાજે નવ જેટલા મકાનમો ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું. ત્યારે પોલીસ મથકે માત્ર બે મકાન માલિકોએ પોલીસમાં ફરિયાદ નોંધાંવતાં અનેક સવાલોએ જન્મ લીધો છે. ફરીયાદ નોંધાવનાર બે મકાન માલિકોના મકાનમાંથી તસ્કરોએ રોકડા રૂપીયા તેમજ સોના – ચાંદીના દાગીના મળી કુલ રૂા. 96,000ની મત્તાની ચોરી કરી હોવાનું પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઈ છે.

ગતરોજ દાહોદ શહેરના ભરચક વિસ્તાર એવા અને વૈભવી ગણાતા અક્ષર એપાર્ટમેન્ટ તેમજ વ્રજધામ સોસાયટી મળી અન્ય વિસ્તારોમાં તસ્કરોએ એપાર્ટમેન્ટના ફ્લેટ્સ તેમજ મકાનોના દરવાજાના તાળા તોડી ચોરીની ઘટનાને પગલે પંથકમાં ચકચાર સાથે ખળભળાટ મચી જવા પામ્યો છે. ચોરીની ઘટના વિસ્તારમાં લાગેલ સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ જવા પામી હતી. સીસીટીવી કેમેરાની મદદથી પોલીસે તસ્કરોને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે, ત્યારે ત્યારે બીજી તરફ ગતરોજ નવ જેટલા મકાનોમાં ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે આ મામલે પોલીસ મથકે માત્ર બે મકાન માલિકોએ ફરિયાદ નોંધાંવા પામી છે. જેમાં અક્ષર – 1 એપાર્ટમેન્ટમાં રહેતાં પંકજકુમાર જયંતિલાલ નાયટા અને વ્રજધામ સોસાયટીમાં રહેતાં મીનેશભાઈ દ્વારા નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યાં અનુસાર, પંકજકુમારના ફ્લેટમાંથી તસ્કરોએ સોના – ચાંદીના દાગીના તેમજ રોકડા રૂપીયા મળી કુલ રૂા. 85,000ની મત્તા તેમજ મીનેશભાઈના ફ્લેટમાંથી રોકડા રૂપીયા 11,000 મળી તસ્કરોએ કુલ રૂા. 96,000ની મત્તાની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયાં હતાં. સમગ્ર મામલે પોલીસે તપાસનો ધમધમાટ આરંભ કરી તસ્કરો વિરૂધ્ધ ગુનો નોંધી તસ્કરોને ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યા છે.