ફતેપુરા,ફતેપુરા તાલુકાના મોટા નટવા ગામના 85 વર્ષીય આધેડ વ્યક્તિનું કોરોનાથી મુક્ત થયાના કલાકોમાં જ મોત નિપજ્તા ખળભળાટ મચી જવા પામ્યો છે. જોકે, આ કોરોના સંક્રમિત દર્દી છેલ્લા 9 દિવસથી દાહોદના ઝાયડસ હોસ્પિટલમાં સારવાર લઈ ગયા હતા.
ગુજરાતમાં કોરોના સંક્રમણમાં વધારો થતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે અને કોરોના થી સાવચેતીના ભાગરૂપે સહિતના કાર્યક્રમો પણ યોજવામાં આવી રહ્યા છે. તેવામાં દાહોદ જિલ્લામાં વીતેલા સપ્તાહમાં મધ્યપ્રદેશના આલીરાજપુર જિલ્લાના આંબલી ગામનો એક વ્યક્તિ કોરોના સંક્રમિત આવ્યો હતો. તેમની સાથે સાથે ફતેપુરા તાલુકાના મોટા નટવા ભાવના વ્યક્તિ પણ કોરોના સંક્રમિત આવતા તેઓને પણ સારવાર હેઠળ મુકવામાં આવ્યા હતા. આ બંને કોરોના સંકલિત દર્દીઓ દાહોદના ઝાયડસ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. અને પરમ દિવસે તેઓના ટેસ્ટ સેમ્પલ માટે મોકલ્યા હતા. જે પૈકી ફતેપુરા તાલુકાના મોટા નટવા ગામના વૃદ્ધા કોરોનાના રિપોર્ટ નેગેટિવ આવતા તેઓ કોરોના મુક્ત થયા હતા. તો બીજી તરફ ગરબાડા તાલુકાની 65 વર્ષીય મહિલા કે જેઓ પથરીના દુખાવાને લઈ 30 દિવસ પહેલા દાહોદના ઝાયડસ હોસ્પિટલમાં દાખલ હતા અને તેઓને કોઈના લક્ષણો જણાતા તેમના રિપોર્ટ કર્યા હતા. જેમાં તેઓ પોઝિટિવ આવતા ઝાયડસ હોસ્પિટલમાં કુલ ત્રણ એક્ટિવ દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા. જોકે ફતેપુરા તાલુકાના મોટા નટવા ગામના વૃદ્ધા ગઈકાલે સવારે કોરોના મુક્ત થયા બાદ સાંજે એકાએક તેમનું ઓક્સિજન લેવલ ડાઉન થતાં તેઓ મોતને ભેટ્યા હતા. ઉલ્લેખનીય છે કે મોટા નટવા ગામના આ 85 વર્ષીય વૃદ્ધ 10 તારીખ 20 એપ્રિલના રોજ શ્ર્વાસોશ્ર્વાસની બીમારીથી પીડીત થતા તેઓને અત્રેના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેમના કોરોનાના રિપોર્ટ કરતાં તેઓ કોરોના સંક્રમણની ચપેટમાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું. અને ત્યારબાદ નવ દિવસની સારવારના અંતે તેઓના કોરોનાના સેમ્પલ પુનો એકવાર ચકાસણી કરવા મોકલવામાં આવ્યા હતા. જ્યાં તેઓનો રિપોર્ટ નેગેટીવ આપતા તેઓ કોરોના મુક્ત થયા હતા અને તેમને અન્ય વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. જોકે સાંજ પડતા પડતા તો ઓક્સિજન લેવલ એકદમ ડાઉન થતાં તેઓ મોતને ભેટ્યા હતા. આ ઘટના બાદ હોસ્પિટલમાંથી તેમની લાશને તેમના સગા સંબંધીઓને સોંપી દેવામાં આવી હતી.