દાહોદ,
દાહોદ જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત ઝાલોદ રોડ કન્યાશાળા દાહોદ ની વૈકલ્પિક બેઠક વ્યવસ્થા સરકારી ટેકનીકલ હાઈસ્કૂલ વિશ્રામગૃહની સામે કરવામાં આવેલી છે. જેથી ટ્રાન્સપોર્ટેશન્સ માટેની સુવિધા માન્ય જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર ની મંજૂરીથી સદર શાળા 140 વિધાર્થીઓને સમગ્ર શિક્ષા અંતર્ગત ટ્રાન્સપોર્ટેશન સુવિધા શાળાની વિદ્યાર્થીની ના હસ્તે લીલી ઝંડી આપી ચાલુ કરવામાં આવી છે. જેથી શાળાના વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ખૂબ આનંદ અને ઉત્સાહનો જોવા મળેલ છે.