દાહોદના યુવાન સોશ્યલ મીડીયામાં ન્યુડ ફોટો વાયરલ પ્રકરણમાં અજાણી મહિલાએ 31,650/-રૂપીયા ઓનલાઈન પડાવ્યા

દાહોદ, દાહોદમાં વધુ એક યુવના સોશીયલ મીડીયામાં ન્યુડ ફોટો વાઈરલ પ્રકરણમાં અજાણી સ્ત્રી દ્વારા રૂપીયા પડાવી લેવાનો શિકાર બન્યો છે જેમાં અજાણી સ્ત્રી દ્વારા યુવાનના ન્યુડ ફોટો સોશીયલ મીડીયામાં વાઈરલ કરવાની ધમકી આપી રૂા.31,650 ઓનલાઈન પડાવી લેતાં યુવકે પોલીસમાં ફરિયાદ નોંધાંવી હોવાનું જાણવા મળે છે.

દાહોદ શહેરમાં કોળીવાડ ગૌશાળા સામે રહેતાં અને પાન કોર્નલનો ધંધો કરતાં 32 વર્ષીય બાબુભાઈ ઉકારભાઈ પરમાર સાથે ગત તા.09.04.2023ના રોજ કોઈ અજાણી સ્ત્રીએ સોશિયલ ચેટીંગ એપ્લીકેશન વ્હોટ્સ એપ ઉપર આઈ.ડી. બનાવી હતી અને બાબુભાઈના ન્યુડ વીડીયો બનાવી સોશીયલ મીડીયા પર મુકી વાઈરલ કરવાની ધમકી આપી હતી અને બાબુભાઈ પાસેથી રૂા. 31,650 ફોન પે મારફતે મંગાવી લઈ ઓનલાઈન ફ્રોડ કરતાં આ સંબંધે બાબુભાઈ ઉકારભાઈ પરમારે દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.