દાહોદના કસ્બા વિસ્તારમાં 10 વર્ષીય યુવકનો મૃતદેહ મળ્યો

દાહોદ,
દાહોદ શહેરના કસ્બા વિસ્તારમાં એક 19 વર્ષિય આશાસ્પદ યુવકનો મૃતદેહ તેના ઘરમાંથી મળી આવતાં પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે. ઘટનાની જાણ સ્થાનીક પોલીસને કરવામાં આવતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. ત્યારે યુવકની હત્યા કરવામાં આવી હશે કે પછી તેને આત્મહત્યા કરી હશે ? જેવા અનેક સવાલો સાથે પોલીસે તપાસનો ધમધમાટ આરંભ કર્યો છે, પરંતુ યુવકનો મૃતદેહ જે રીતે મળી આવ્યો છે. જેમાં યુવકના હાથ,પગ બાંધેલી હાલતમાં જોવા મળી રહ્યાં હતા. તેની ઉપરથી હત્યાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

દાહોદ શહેરના કસ્બા વિસ્તારમાં ઉત્તરપ્રદેશનો એક પરિવાર પોતાના વતન ગયા હતાં.ત્યારે દાહોદ મુકામે તેઓના ઘરે પોતાનો 19 વર્ષિય પુત્ર મુસાબભાઈ અંસારી પોતાના ઘરે એકલો હતો, ત્યારે મુસાબભાઈનો મૃતદેહ તેના ઘરના રૂમમાં તેમના હાથ અને પગ બંન્ને બાંધેલ હાલતમાં જોવા મળતાં બુમાબુમ મચી જવા પામી હતી. ઘટનાને પગલે સ્થળ પર લોકટોળા ઉમટી પડ્યાં હતાં. ઘટનાની જાણ સ્થાનીક પોલીસને કરવામાં આવતાં સ્થાનીક પોલીસ, એલસીબી પોલીસ, એસઓજી પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. ગતરોજ રાત્રીની બનેલ આ ઘટનાને પગલે પંથકમાં ચકચાર મચી ગઈ હતી. ઉપરોક્ત યુવક પોતાના ઘરે એકલો હતો અને પરિવારજનો વતન ઉત્તરપ્રદેશ ખાતે ગયાં હતાં ત્યારે આ અંગેની જાણ મૃતક યુવકના પરિવારજનોને કરવામાં આવતાં પરિવારજનો પણ તાબડતોડ મોડી રાત્રે દાહોદ આવવા રવાના થઈ ગયાં હતાં. ઘટના સ્થળે પહોંચેલ પોલીસે મૃતક યુવકના મૃતદેહનો કબજો લઈ નજીકના દવાખાને પીએમ માટે મોકલી દેવાની તજવીજ હાથ ધરી છે. ત્યારે યુવકે આત્મહત્યા કરી હશે પછી તેની કોઈકે કોઈ અદાવતે હત્યા કરવામાં આવી હશે ? જેવી અનેક ચર્ચાઓએ ભારે જોર પકડ્યું છે. યુવકનો મૃતદેહ જે રીતે મળી આવ્યો તેના પરથી તો યુવકની હત્યા થઈ હોવાની ચર્ચઓએ ભારે જોર પકડ્યું ત્યારે સમગ્ર મામલે પોલીસના જણાવ્યાં અનુસાર, આ મામલે યુવકના પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યાં બાદજ સાચી હકીકત સામે આવે તેમ છે. જેના પરથી સ્પષ્ટ થશે કે યુવકે આત્મહત્યા કરી છે કે પછી તેની હત્યા થઈ છે. તે માટે પોલીસ દ્વારા અત્યાર મૃતક યુવકના પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહ્યાં છે. જાણવા મળ્યાં અનુસાર, મૃતદ યુવક અભ્યાસની સાથે પીઓપીનું પણ કામ કરતો હોવાનું જાણવા મળી રહ્યું છે.