દાહોદ તાલુકાના વરમખેડા ગામે જાહેરમાં પાના પત્તા વડે પૈસાથી રમાતા જુગારના અડ્ડા પર પોલીસે ઓચિંતો છાપો મારી જુગાર રમી રહેલા 04 જુગારીઓને પોલીસે ઝડપી પાડી તેઓની અંગ ઝડતી તેમજ દાવ પરથી કુલ રોકડા રૂપીયા 16,670ની રોકડ રકમ પોલીસે કબજે કર્યાનું જાણવા મળે છે.
ગત તા.28મી ઓગષ્ટના રોજ વરમખેડા ગામે ઉતારા ફળિયામાં પાના પત્તા વડે પૈસાથી રમાતા જુગારના અડ્ડા પર પોલીસે ઓચિંતો છાપો મારી જુગાર રમી રહેલા શ્યામભાઈ મગનભાઈ ભાણા, પ્રવિણભાઈ વાલાભાઈ પ્રજાપતિ, નરેશભાઈ રામચંદ્રભાઈ ગોહીલ અને રાજુભાઈ બચુભાઈ બારીયાની પોલીસે અટકાયત કરી તેઓની અંગ ઝડતી તેમજ દાવ પરથી કુલ રોકડા રૂપીયા 16,670ની રોકડ રકમ પોલીસે કબજે કરી ઉપરોક્ત ચારેય જુગારીઓ વિરૂધ્ધ દાહોદ તાલુકા પોલીસે જુગાર ધારાની કલમ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.