દાહોદના વણઝારવાડ ખાતે આવેલા વીજ ટ્રાન્સફર્મમાં આગ ભભૂકી ઉઠી વીજ પુરવઠો બંધ કરી પાણીનો મારો ચલાવી આગ ઓલવી

દાહોદ, દિવસેને દિવસે ગરમીનું તાપમાન વધતું જાય છે અને ગરમીના તાપમાનના કારણે વીજ ઉપકરણોનો વપરાશ વધતો જાય છે. તેના કારણે વીજ લાઈનો પણ લોડના કારણે બળીને ઘટનામાં ફેરવાય જતી હોય છે. તેવીજ રીતે આજે બપોરના સમયે દાહોદ શહેરના વણઝારવાડ ખાતે આવેલી મધ્યગુજરાત વીજ કંપનીની લાગેલુ વીજ ટ્રાન્સફોર્મરમાં વીજ લોડ વધી જવાના કારણે અચાનક કેબલોમાં આગ ભભૂકી ઉઠી હતી. જયારે નજીકના દુકાનદારોને આગ લાગેલી જોવા મળતા તાત્કાલિક વીજ કંપનીમાં જાણ કરવામાં આવી હતી અને વીજ કર્મીઓ દોડી આવી વીજ ટ્રાન્ફોર્મરમાં આવતા વીજ પુરવઠાને બંધ કરી દેવામાં આવ્યો હતો. ત્યારે પાલિકાના ફાયર વિભાગને જાણ કરાતા તેઓ પણ ઘટના સ્થળે તાત્કાલિક દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી વીજ ટ્રાન્સફોર્મરમાં લાગેલી આગને કાબુમાં લીધી હતી. જોકે આગ વધારે વિકરાળ બનતા વિસ્તારમાં આસપાસની દુકાનોમાં આગ ભભૂકી ઉઠે તેવી પરિસ્તિથી સર્જાઈ હતી. પરંતુ તાત્કાલિક વીજ કર્મીઓ અને ફાયરના જવાનો દોડી આવતા મોટી ઘટના બનતા અટકી હતી. જોકે વીજ કંપનીને આગ લાગવાના કારણે મોટા પાયે નુકશાન થયું છે અને કોઈને પણ આ આગની ઘટનામાં જાનહાની થવા પામી ન હતી.