પતિ તેમજ સાસરીયાઓના ત્રાસથી વાજ આવેલ દાહોદ તાલુકાના વાંદરીયા ગામની પરિણીત મહિલાએ ન્યાયની દાદ માટે દાહોદ મહિલા પોલીસ સ્ટેશનના દરવાજે દસ્તક દીધાનું જાણવા મળ્યું છે.
દાહોદ જિલ્લાાના ગરબાડાના ભીલવા ગામના હોળી ફળિયામાં રહેતા નરસિંહભાઈ ગણાવાની દીકરી ભારતીબેનના લગ્ન દાહોદ તાલુકાના વાંદરીયા ગામે નિશાળ ફળિયામાં રહેતા સુનીલ ધનસુખભાઈ મોહનિયા સાથે તારીખ 26-4-2021 ના રોજ સમાજના રીત રિવાજ મુજબ થયા હતા. ભારતીબેનને લગ્ન બાદ શરૂઆતના પાંચ માસ પતિ સુનિલ તથા સસરા ધનસુખભાઈ ચીમનભાઈ મોહનિયા તેમજ સાસુ વરદીબેન ધનસુખભાઈ મોહનિયા એમ ત્રણેય જણાયે સારું રાખ્યું હતું. ત્યારબાદ ત્રણેનું પોત પ્રકાશ્યું હતું અને ભારતીબેન સાથે તેના સાસુ તેમજ સસરા નાની-નાની બાબતે ઝઘડો તકરાર કરી બેફામ ગાળો બોલી ભારતીબેન વિરુદ્ધ પોતાના દીકરા સુનિલને ચડામણી કરતા સુનિલે પત્ની ભારતીબેનને અવારનવાર મારકૂટ કરી છૂટાછેડા આપવાની ધમકીઓ આપી શારીરિક અને માનસિક ત્રાસ આપતા હોઇ રોજેરોજના આવા ત્રાસથી વાજ આવેલ ભારતીબેને તેના પતિ સુનિલ, સસરા ધનસુખભાઈ તથા સાસુ વરદીબેન વિરુદ્ધ દાહોદ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે ઇપીકો કલમ 498(ક), 323, 504,114 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.