દાહોદના વડબારા ગામે નવા ધરના દરવાજો અન્યની જમીનમાં બનાવવા મામલે મારામારી

દાહોદ,દાદાની જમીનમાં બની રહેલા નવા મકાનના દરવાજો અન્યની જમીનમાં બનાવવાના મામલે થયેલ મારામારીમાં એક જણાને લાકડીના ફટકા મારી તથા ધારીયાના હાથા વડે પેટમાં ગોદા મારી મારી નાંખવાની કોશીષ કરી અન્ય બે જણાને પણ મારમારી ઈજા પહોંચાડ્યાનું જાણવા મળ્યું છે.

દાહોદ તાલુકાના વડબારા ગામે પટેલ ફળિયામાં રહેતા અનીલભાઈ જોરસીંગભાઈ બબેરીયા તેના દાદાની જમીનમાં મકાન બનાવતો હોઈ તેવામાં તેની પાડોશમાં રહેતા નવીનભાઈ બંદુડાભાઈએ આવી સુમનભાઈ જોરસીંગભાઈ બબેરીયાને તમારા મકાનના દરવાજો મારી જમીન બાજુ કેમ રાખે છે. તેવું કહેતા બંને વચ્ચે ઝઘડો થયો હતો તે વખતે ભમરભાઈએ કહેલ કે જમીન ઓછી વત્તી હોય તો માપી લઈશું કેમ ઝઘડો કરે છે. તેમ કહેતા અનીલભાઈ જોરસીંગભાઈ બબેરીયા, સુમનભાઈ જોરસીંગભાઈ બબેરીયા, સુનીલભાઈ જોરસીંગભાઈ બબેરીયા, મહમદભાઈ જોરસીંગભાઈ બબેરીયા તથા જોરસીંગભાઈ બદુડાભાઈ બબેરીયાએ દોડી આવી ભમરભાઈમને લાકડીના ફટકા મારી માથામાં ગંભીર ઈજાઓ કરી તથા હાથે ફ્રેક્ચર કરી તથા ધારીયાના હાથા વડે પેટમાં ગોદા મારી મારી નાંખવાની કોશીશ કરી તથા જાનુભાઈ ભમરભાઈ બબેરીયા તથા રાજુબેનને ગડદાપાટુનો મારમારી ઈજાઓ પહોંચાડી હતી.

આ સંબંધે ઈજાગ્રસ્ત જાનુભાઈ ભમરભાઈ બબેરીયાએ નોંધાવેલ ફરિયાદને આધારે વડબારા ગામના અનીલભાઈ જોરસીંગભાઈ બબેરીયા, સુમનભાઈ જોરસીંગભાઈ બબેરીયા, સુનીલભાઈ જોરસીંગભાઈ બબેરીયા, મહમદભાઈ જોરસીંગભાઈ બબેરીયા તથા જોરસીંગભાઈ બદુડીયાભાઈ બબેરીયા વિરૂધ્ધ ઈપિકો કલમ 323, 325, 307, 506(2), 114 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.